ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના વધુ ૭૪ કેસ નોંધાયા, ૧ વ્યક્તિનું મૃત્યુ

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્વાઇન ફ્લૂનો
કેર બરકરાર રહ્યો છે. આજે ગુજરાતમાંથી સ્વાઇ ફ્લૂના ૭૪ કેસ નોંધાયા હતા જ્યારે ૧ વ્યક્તિનું
મૃત્યુ થયું છે. આમ, રાજ્યમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ કેસનો આંક ૩૭૯૨એ પહોંચ્યો
છે અને ૧૧૫ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાંથી સૌથી વધુ ૨૦
કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા હતા. છેલ્લા ૭ દિવસમાં અમદાવાદ શહેરમાંથી જ કુલ ૧૯૦ વ્યક્તિ
સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી છે. રાજ્યમાં અન્યત્ર સુરત કોર્પોરેશનમાંથી ૧૦, સાબરકાંઠા-આણંદમાંથી
૫-૫, વડોદરા શહેર-મહેસાણામાંથી ૪-૪, જુનાગઢમાંથી ૩, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ કોર્પોરેશન-ભાવનગર
કોર્પોરેશન-જામનગર કોર્પોરેશન-જુનાગઢ કોર્પોરેશન-પંચમહાલ-અમરેલીમાંથી ૨-૨, ભાવનગર-બોટાદ-ભરૃચ-રાજકોટ-ખેડા-અમદાવાદ-મહીસાગરમાંથી
૧-૧ કેસ નોંધાયા હતા.
૧ જાન્યુઆરી ૨૦૧૯થી અત્યારસુધી ૩૦૧૨ વ્યક્તિએ
સ્વાઇન ફ્લૂને મા'ત આપેલી છે જ્યારે ૫૬૨ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
ગુજરાતમાં છેલ્લા ૭ દિવસમાં સ્વાઇન ફ્લુના
કેસ
તારીખ કેસ મૃત્યુ
૧ માર્ચ ૯૫ ૦૧
૨ માર્ચ ૯૮ ૦૨
૩ માર્ચ ૯૦ ૦૪
૪ માર્ચ ૧૦૬ ૦૪
૫ માર્ચ ૧૧૭ ૦૨
૬ માર્ચ ૮૭ ૦૧
૭ માર્ચ ૭૪ ૦૧
કુલ ૬૬૭ ૧૫









