Get The App

એસ.ઓ.જી.ના સસ્પેન્ડ ASIને આજે કોર્ટમાં રજૂ કરાશે

ડમી સીમકાર્ડ વાપરતો હોઇ અલગ કલમનો પોલીસ દ્વારા ઉમેરો કરવામાં આવશે

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
એસ.ઓ.જી.ના સસ્પેન્ડ ASIને આજે કોર્ટમાં રજૂ કરાશે 1 - image

વડોદરા,એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ના આવતીકાલે રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં અન્ય કોઇની સંડોવણી અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગત ૯ મી જાન્યુઆરીએ સ્ટેટ મોનિંટરિંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે વડોદરા રેલવે સ્ટેશન પરથી ૨૩૯.૯૪૦ ગ્રામ હેરોઇન સાથે આરોપીઅમરીકસિંઘ ઉર્ફે સોનુ સરવણસિંઘ મલ્હી,ઉં.વ.૩૭ (રહે. ગુરૃનાનક નગર, છાણી જકાતનાકા) ને ઝડપી પાડયો હતો. તેની સાથે સતત સંપર્કમાં રહેતા અને પોલીસની મુવમેન્ટની માહિતી પૂરી પાડતા વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇને એસ.એમ.સી.એ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. એ.એસ.આઇ.જે વ્યક્તિના નામનું સીમકાર્ડ વાપરતો હતો. તેનું પણ પોલીસે નિવેદન લીધું છે. અન્ય વ્યક્તિના નામનું સીમકાર્ડ લક્ષ્મીકાંત વાપરતો હોઇ તે અંગેની કલમનો પોલીસ દ્વારા ઉમેરો કરવામાં આવશે.