Gujarat

વડોદરા જિલ્લામાં 107 ટીમો દ્વારા 668 ગામોમાં ખેતીના નુકસાનનો સર્વે,1.24 લાખ ખેડૂતોને ફટકો

By GS TEAM
11 Nov 20251 min read
વડોદરા જિલ્લામાં 107 ટીમો દ્વારા 668 ગામોમાં ખેતીના નુકસાનનો સર્વે,1.24 લાખ ખેડૂતોને ફટકો

વડોદરાઃ કમોસમી વરસાદને કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોને મોટો માર પડયો છે.પરંતુ નુકસાન માટે કરાયેલા સર્વેમાં અનેક ખેડૂતો રહી ગયા હોવાની વિગતો જાણવા મળી છે.

ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ,કમોસમી વરસાદને કારણે વડોદરા જિલ્લામાં થયેલા નુકસાનના સર્વેનો રિપોર્ટ એક સપ્તાહમાં સુપરત કરવા માટે સૂચના આપવામાં આવી હતી.જેને કારણે ૧૦૭ ટીમો દ્વારા ૬૬૮ ગામોમાં ૧૦૬૫૧૬ હેક્ટર જમીનમાં સર્વે કરવામાં આવ્યો હતો.

ખેડૂતોને થયેલા નુકસાનના રિપોર્ટમાં વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં આશરે ૨.૫૦ લાખ હેક્ટર જમીનમાં જુદાજુદા પાક માટે થયેલા વાવેતરમાંથી માત્ર ૯૭૯૨૪ હેક્ટર જમીનના ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોવાથી જ વળતર માટે યોગ્ય ગણવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લામાં થયેલા નુકસાનમાં સૌથી વધુ કપાસ અને ડાંગરને નુકસાન થયું છે.ખેડૂતો દ્વારા ૩૩ ટકાથી ઓછું નુકસાન થયું હોય અને રહી ગયા હોય તેવાને પણ સમાવી લઇ વળતર આપવાની માંગણી કરવામાં આવી છે.

પાકનું નામ   નુકસાન હેક્ટરમાં

કપાસ ૬૦૬૩૩

ડાંગર ૨૮૭૬૬

સોયાબીન         ૨૧૩૭

અન્ય પાક        ૬૨૯૧

મગફળી        ૯૭

કુલ        ૯૭૯૨૪.