Get The App

સુરેન્દ્રનગર 1500 કરોડનું જમીન કૌભાંડ: તપાસ માટે 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણી ખુલશે?

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર 1500 કરોડનું જમીન કૌભાંડ: તપાસ માટે 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણી ખુલશે? 1 - image


Surendranagar Land Scam Case: સુરેન્દ્રનગર કથિત 1500 કરોડ જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડેડ પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત અંગેના ગુનામાં તપાસ માટે ACB દ્વારા S.I.T. (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે. આ કેસની તપાસ હવે અધિક નિયામક બિપિન અહિરેના નેજા હેઠળ 6 સભ્યોની S.I.T. ટીમ કરશે. 

S.I.T. ના સભ્યોની યાદી

-બિપિન અહિરે, અધિક નિયામક, ACB

-બી.જે.પંડ્યા,નાયબ નિયામક, વહીવટ ACB, અમદાવાદ

-કે.એચ.ગોહિલ, ઇ.ચા. મદદનીશ નિયામક, રાજકોટ

-આર.બી.દેસાઈ, મદદનીશ નિયામક, ACB મુખ્ય મથક, અમદાવાદ

-ડી.એન.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર ACB

-એમ.ડી.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર ACB

-પી.એ.દેકાવાડીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, મોરબી ACB

સુરેન્દ્રનગર 1500 કરોડનું જમીન કૌભાંડ: તપાસ માટે 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણી ખુલશે? 2 - image

તત્કાલીન મુખ્ય આરોપીઓ વિરુદ્ધ તપાસ થશે

-રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ: કલેક્ટર, સુરેન્દ્રનગર

-ચંદ્રસિંહ મોરી: નાયબ મામલતદાર, સુરેન્દ્રનગર

-મયુર ગોહિલ: ક્લાર્ક, જિલ્લા કચેરી, સુરેન્દ્રનગર

-જયરાજસિંહ ઝાલા: પી.એ. ટુ કલેક્ટર, સુરેન્દ્રનગર

દરેક આરોપીની ભૂમિકાની ચકાસણી થશે

ACB અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'SIT NA પરવાનગીઓ આપવામાં કથિત અનિયમિતતાઓ, સત્તાવાર પદનો દુરુપયોગ અને આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિ એકઠી અંગે તપાસ કરશે. તપાસમાં મહેસૂલ રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને કથિત જમીન વ્યવહારોમાં દરેક આરોપીની ભૂમિકાની ચકાસણી કરવામાં આવશે. SITના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: 1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના વિવાદિત પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, ED કરી રહી છે તપાસ

શું છે સમગ્ર મામલો?

સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને NA (બિનખેતી) કરાવવાના મોટા પાયે ચાલેલા ખેલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કૌભાંડની ગંભીરતાને જોતા EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ તપાસમાં સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતીદેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબી (ACB)માં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે ACB દ્વારા SITનું ગઠન થતાં કેસમાં મોટા માથાઓની પણ સંડોવણી ખૂલે તેવી શક્યતાઓ છે.