Gujarat

'નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી', આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ

By GS TEAM
25 Feb 20263 mins read
TukuTouch Logo
સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ એક બાદ એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ કેસ નવો વળાંક લઈ રહ્યો છે. મહિલા મિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આજે સેશન્સ કોર્ટમાં જામીન અરજીની દલીલોમાં તુષાર ઘેલાણી અને તેમની દીકરી વચ્ચે થયેલા કથિત વ્હોટ્સએપ મેસેજ ચેટના સ્ક્રીન શોટ રજૂ કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી', આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ

Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ એક બાદ એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ કેસ નવો વળાંક લઈ રહ્યો છે. મહિલા મિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આજે સેશન્સ કોર્ટમાં જામીન અરજીની દલીલોમાં તુષાર ઘેલાણી અને તેમની દીકરી વચ્ચે થયેલા કથિત વ્હોટ્સએપ મેસેજ ચેટના સ્ક્રીન શોટ રજૂ કરવામાં આવ્યા છે.

મોટી દીકરીનું વર્તન શંકામાં

જેમાં તુષાર ઘેલાણીની દીકરી કથિત રીતે 'મિસ્ટર તુષાર ઘેલાણી,  તમે હવે મજા લો અને ખુશ થાઓ' તેવા મેસેજ કર્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.  આ વાઈરલ સ્ક્રીન શોટથી મોટી દીકરીના વર્તનને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.


વાઈરલ વ્હોટ્સએપ કથિત મેસેજ ચેટના સ્ક્રીન શોટ

'ચિંતા ના કરશો મોકલાવી દઈશ પૈસા, નઈ ખાઈ જાઉં તમારા પૈસા. તો ટેન્શન ના લેતા અને મારે પોતાને વેચવી પડશે તો એ ભી કરી દઈશ. તમને મજા આવશે એમાં., આ બધું તમને ગમે છે ને, તો હવે મજા લ્યો બેઠા બેઠા અને ખુશ થાઓ મિસ્ટર તુષાર ઘેલાણી.'

તુષાર ઘેલાણીનો જવાબ:

'તમે શું કામ લખો છો તું કહે મને'

'મિસ્ટર તુષાર ઘેલાણી, તું તને વાહ'

સામેથી મેસેજ આવ્યો કે હતો કે, 'મિસ્ટર તુષાર ઘેલાણી, પૈસા મોકલાવી દઇશ તમને તમારા, ભીખ માંગીશ પણ મોકલાવી દઈશ હવે. જેના રિપ્લાયમાં તુષાર ઘેલાણીએ લખ્યું છે કે 'આખરે ભાતડાના સંસ્કાર આવી ગયા ને?'

તુષાર ઘેલાણી  અને  મોટી દીકરીએ  કરેલી કથિત વાત

મહિલા મિત્ર પૂનમે પરિવાર ઢોળ્યો દોષનો ટોપલો

મહિલા મિત્રએ દાવો કર્યો છે કે તુષાર ઘેલાણી પોતાના પરિવારના વર્તનથી દુખી હતા.  તે વર્ષ 2010થી બિલ્ડર સાથે ઘરોબો ધરાવતી હતી. તુષારભાઈ બહારથી સુખી સંપન્ન હોવાનો ડોળ કરતાં હતા પરંતુ પરિવારમાં તેમણે માન સન્માન અપાતું ન હોવાથી તેઓ ખૂબ દુખી હતા. 

પરિવાર મહિલામિત્રને માની રહ્યો છે ગુનેગાર

સામે પક્ષે પરિવાર દાવો કરી રહ્યું છે કે પૂનમ ભદોરિયા સાથે વર્ષોથી અનૈતિક સંબંધો અને બાદમાં બદનામીની ધમકીઓને કારણે પિતા ઉદાસ રહેતા હતા. દીકરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પૂનમ 'બ્લૂ પેપિલોન'ના નામથી પ્રી- પ્રાઇમરી સ્કૂલ ભાગીદારી માટે તે દબાણ કરતી હતી, જે પછી તેને 50 ટકા ભાગ તેના નામે કરાવી લીધો હતો. 1 ફેબ્રુઆરીએ જ્યારે કંકોત્રી લેખન હતું ત્યારે પૂનમનો પિતા પર ફોન આવ્યો હતો, જે બાદ તે દુખી જણાતા મેં તેમણે સવાલ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, પૂનમ તારા લગ્નમાં આવીને ભવાડો કરશે અને મને સમાજમાં બદનામ કરવાની ધમકી આપે છે.

તુષાર ઘેલાણીના આપઘાતનું રહસ્ય ઘેરાયું

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી બાદ આરોપી પૂનમે ઘેલાણી પરિવાર પર ગંભીર આરોપો મૂક્યા છે. કેસ પેચીદો બનતા પૂનમ સાથેના બિલ્ડરના સંબંધોની જાણ લેવા પૂનમની બહેન પ્રિયાની પૂછપરછ કરવાં તજવીજ પણ પોલીસે હાથ ધરી છે. હાલ તુષાર ઘેલાણી આપઘાત કેસ પરિવાર અને મહિલા મિત્ર વચ્ચે ફસાઈ ગયો છે. સત્ય શું છે તે તો તપાસમાં જ બહાર આવશે. 

આ પણ વાંચો: BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, 'શાહી સ્નાન' રદ, અધિકારીઓની બદલી

શું હતો સમગ્ર વિવાદ?

મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીએ પહેલી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. તેના મોત બાદ પરિવાર અને એક મહિલા મિત્ર સામસામે આવી ગયા હતા. તુષાર ઘેલાણીના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો કે, પૂનમ ભાદોરિયાએ તુષારભાઈને સતત બ્લેકમેલ કરી રહી હતી અને તેમની પાસેથી દુકાન સહિતની કિંમતી મિલકતો પડાવી લીધી હતી. તુષારભાઈ આ સંબંધોનો અંત લાવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી નહોતી. મહિલા મિત્રએ દીકરીના લગ્ન પ્રસંગે હોબાળો કરી બદનામ કરવાની ધમકી અપાતા તુષારભાઈએ અંતિમ પગલું ભર્યું.