Get The App

સુરત: કોર્ટમાં જજની હાજરીમાં જ પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક, બાદમાં આપઘાતનો પ્રયાસ

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
સુરત: કોર્ટમાં જજની હાજરીમાં જ પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક, બાદમાં આપઘાતનો પ્રયાસ 1 - image

Surat Acid Attack: સુરત જિલ્લા સેવા સદનમાં શુક્રવારે (13મી માર્ચ) એક ચોંકાવનારી  ઘટના બની છે. ભરણપોષણના કેસની સુનાવણી દરમિયાન પતિએ તેની પત્ની પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.

જજની હાજરીમાં જ એસિડ એટેક!

મળતી માહિતી અનુસાર, આયુર્વેદિક ડોક્ટર વિનોદ ભાનુશાળી અને તેમની પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી ભરણપોષણ (ખાધા-ખોરાકી)નો કેસ ચાલી રહ્યો હતો. આજે સેવા સદનના પાંચમા માળે આવેલી કોર્ટ નંબર 6માં આ કેસની સુનાવણી હતી. પત્ની આગળની હરોળમાં બેઠી હતી ત્યારે જ પાછળથી આવેલા પતિ વિનોદ ભાનુશાળીએ ઓચિંતા એસિડની બોટલ કાઢી પત્ની પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિરોધ પ્રદર્શન

આ હુમલો એટલો અચાનક હતો કે ત્યાં હાજર કોઈ કંઈ સમજે તે પહેલા મહિલા એસિડની લપેટમાં આવી ગઈ હતી. તેની આસપાસ બેઠેલા અન્ય વકીલો અને પક્ષકારો પર પણ એસિડના છાંટા ઉડ્યા હતા, જેના કારણે કોર્ટ રૂમમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પત્ની પર હુમલો કર્યા બાદ તુરંત જ આરોપી પતિએ પોતાની પાસે રહેલી ઝેરી દવા પી લીધી હતી. એસિડથી દાઝી ગયેલી મહિલા અને ઝેરી દવા પીનાર પતિ બંનેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.  પોલીસે ઘટનાસ્થળે પહોંચી એસિડની બોટલ અને અન્ય પુરાવાઓ જપ્ત કર્યા છે.

સુરક્ષા વ્યવસ્થા પર સવાલો!

કોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ હોય છે, ત્યાં એક વ્યક્તિ એસિડ અને ઝેરી દવા જેવી વસ્તુઓ લઈને કેવી રીતે પ્રવેશી શકે તે બાબતે અનેક સવાલો ઊઠી રહ્યા છે.