Gujarat

વડોદરા પાલિકાની ચૂંટણી અંગે જાતિ સીટનું જાહેરનામું રદ કરવા ચૂંટણી કમિશનરને રજૂઆત

By GS TEAM
29 Oct 20251 min read
TukuTouch Logo
પાટીદાર ક્ષત્રીય સંગઠન, બ્રહ્મ સમાજ, વૈષ્ણવ સમાજ સમિતિ, પાટીદાર સમાજ સમિતિ, ક્ષત્રિય સમાજ સમિતિ વતી અરવિંદ સિંધા અને દર્પણ પટેલે રાજ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાલિકાની ચૂંટણી અંગે જાતિ સીટનું જાહેરનામું રદ કરવા ચૂંટણી કમિશનરને રજૂઆત

Vadodara Corporation : પાટીદાર ક્ષત્રીય સંગઠન, બ્રહ્મ સમાજ, વૈષ્ણવ સમાજ સમિતિ, પાટીદાર સમાજ સમિતિ, ક્ષત્રિય સમાજ સમિતિ વતી અરવિંદ સિંધા અને દર્પણ પટેલે રાજ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરી છે કે, ગઈકાલે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી અંગે જાતિ સીટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે કોઈ જાતિ સર્વે વિના બહાર પાડવામાં આવ્યું છે. તેથી અન્યાય સમાન ગેર કાયદેસર છે. રજૂઆત સહ સુચન કે જ્યાં સુધી નવી વસ્તી ગણતરી ન થાય અને જે તે વિસ્તાર વોર્ડમાં અનામત મતદાર વધુ હોય ત્યાં અનામત સીટ આપવી અને જ્યાં સવર્ણ મતદાર વધુ હોય ત્યાં બિન અનામત (સવર્ણ) સીટ આપવી જોઈએ. નવા સીમાંકન જાહેર કર્યા બાદ જ ચૂંટણીનું આયોજન કરવું જોઈએ.

ચૂંટણી જાહેરનામામાં હેડિંગ કોલમમાં બિન અનામત લખવામાં આવ્યું છે અને સીટ કોલમમાં સામાન્ય લખ્યું હોવાથી સવર્ણ જાતિને અન્યાય થશે કારણ કે સામાન્ય સીટમાં આજ દીન સુધી અનામતવાળા ઉમેદવાર પણ લાભ લઈ ગયા છે. તેથી જો હેડિંગ બિન અનામત હોય તો સીટમાં પણ બિન અનામત જાહેર કરો અને બિન અનામત અને અનામત સર્ટિફિકેટ રજૂ કરાવો તો જાતિ ન્યાય સમાન ગણાય. તેથી હાલનું જાહેરનામું રદ્દ કરવું જોઈએ.