Gujarat

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ સંબંધમાં કડક કાર્યવાહી એક ડઝનથી વધુ કેસ કરાયા

By GS TEAM
8 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ લગાડેલી છે, તે સામે ગઈકાલે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને આશરે એક ડઝનથી વધુ કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ સંબંધમાં કડક કાર્યવાહી એક ડઝનથી વધુ કેસ કરાયા

Jamnagar Police : જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ લગાડેલી છે, તે સામે ગઈકાલે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને આશરે એક ડઝનથી વધુ કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવી હતી.

 જામનગર-ખંભાળિયા બાયપાસ નજીક ટ્રાફિક શાખાના પીઆઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સહિત સ્ટાફ દ્વારા બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ અને વાહનના કાગળોની ચેકીંગ હાથ ધરી હતી.

 આ ચેકીંગની કાર્યવાહી દરમ્યાન સંખ્યા બંધ વાહન વિરૂધ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે એક ડઝન જેટલી કાર ત્યાંથી પસાર થઈ હતી, જેમાં ડાર્ક લગાવેલી હોવાથી પોલીસ તંત્ર એ સ્થળ પર જ ડાર્ક ફિલ્મ દૂર કરી નાખી હતી તેમજ સધન પેટ્રોલિંગ હાથ ધર્યું છે.