Get The App

ઘરોમાં સ્ટોરેજ સ્પેસની મુશ્કેલી દૂર કરવા માટે ૩૦થી વધુ ડિઝાઈન સાથે કેટલોગ બનાવ્યું

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
ઘરોમાં સ્ટોરેજ સ્પેસની મુશ્કેલી દૂર કરવા માટે ૩૦થી વધુ ડિઝાઈન સાથે કેટલોગ બનાવ્યું 1 - image

વડોદરાઃ એક તરફ નવા બનતા મકાનો કે ફ્લેટનું કદ નાનું થઈ રહ્યું છે તો બીજી તરફ આધુનિક જીવન શૈલીના કારણે વધતી જરુરિયાતોના  પગલે ઘરમાં વસ્તુઓ વધી રહી છે.જેના કારણે સ્ટોરેજ સ્પેસની એક નવી મુશ્કેલી ઉભી થઈ છે.

એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગના અધ્યાપક ડો.કવિતા શાહે પોતાના ગાઈડ ડો.સરજૂ પટેલના માર્ગદર્શન હેઠળ આ મુદ્દા પર પીએચડી સંશોધન કર્યું છે.જેના ભાગરુપે તેમણે ઘરમાં કે ફ્લેટમાં  અલગ અલગ જગ્યાએ સ્ટોરેજ સ્પેસમાં વધારો થઈ શકે તેવી ૩૦ કરતા વધારે ડિઝાઈન તૈયાર કરીને ૨૮ ઘરોમાં સફળતાપૂર્વક તેનો ઉપયોગ પણ કર્યો છે.

ડો.કવિતા શાહનું કહેવું છે કે, અમે ૨૮૦ ઘરોનો સર્વે કર્યો હતો અને તેમાં ૫૮ ટકા લોકોએ લિવિંગ રુમમાં અને ૬૨ ટકા લોકોએ બેડરુમમાં સ્ટોરેજ સ્પેસ ઓછી હોવાનું કહ્યું હતું.સૌથી વધારે સમસ્યા રસોડામાં જોવા મળી હતી.૬૪ ટકા ગૃહિણીઓએ કહ્યું હતું કે, રસોડામાં વસ્તુઓ સ્ટોર કરવા માટે અપૂરતી જગ્યા છે....

સંશોધકોએ આ સર્વેના આધારે ઘરમાં કયાં કયાં અને કયા ખૂણાઓનો સ્ટોરેજ સ્પેસ વધારવા માટે ઉપયોગ કરી શકાય કે પછી કયા પ્રકારનું ફર્નિચર બનાવવાથી સ્ટોરેજ સ્પેસ વધી શકે તેનો અભ્યાસ હાથ ધર્યો હતો.ડો.કવિતા શાહ કહે છે કે, આ સર્વેના આધારે અમે એક કેટલોગ તૈયાર કર્યું છે.જેમાં ૩૦ કરતા વધારે ડિઝાઈનનો સમાવેશ કર્યો છે.જેના  આધારે ફર્નિચર તૈયાર કરવામાં આવે તો  સ્ટોરેજ માટેની જગ્યામાં વધારો કરી શકાય છે.જે ઘરોમાં અમે આ ડિઝાઈનને લાગુ કરી છે તેમાં રહેતા પરિવારોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે.

કયાં ક્યાં સ્ટોરેજ સ્પેસ ઉભી કરી શકાય

ડાઈનિગ ટેબલ 

કિચન કાઉન્ટર

સોફા

પૂજારુમ

વિન્ડો સિટિંગ

ઘરના બે કોલમ વચ્ચે બૂકશેલ્ફ તરીકે

બારીની ઉપર 

બાલ્કની

પાર્કિંગ એરિયા

બેડ

દાદર નીચે