Gujarat

રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે

By GS TEAM
13 Feb 20262 mins read
રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો  દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે

 વડોદરા,રેલવેમાં દારૃની  હેરાફેરીના નેટવર્કને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડયું છે. રેલવે એલ.સી.બી. ની ઓફિસની પાછળથી પણ પોલીસે દારૃ કબજે કર્યો છે.  પોલીસે ચાર પરપ્રાંતિય કેરિયરને ઝડપી  પાડયા છે. જ્યારે વડોદરાના બૂટલેગર સહિત છ નેે વોન્ટેડ જાહેર કર્યા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે, બૂટલેગરો દ્વારા ટ્રેનમાં પાર્સલની આડમાં દારૃની  હેરાફેરી થઇ રહી છે. જેથી,  પોલીસની ટીમ  દ્વારા છેલ્લા કેટલાક સમયથી વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન આજે ટ્રેનમાંથી પાર્સલમાં દારૃનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. રેલવે એલ.સી.બી.ની ઓફિસની નજીક બે ઓરડીઓમાં દારૃનો જથ્થો ઉતારીને કટિંગ શરૃ કરાયું હતું.  દરમિયાન એસ.એમ.સી.ની ટીમ પહોચી જતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે રેલવે એલ.સી.બી. ઓફિસની પાછળ અને આગળની બે  રૃમમાંથી તેમજ હરિપુરા પરસોત્તમ નગર પાસે રેડ કરીને દારૃની ૨,૦૩૪ બોટલ કિંમત રૃપિયા ૮.૪૫ લાખની કબજે કરી હતી. જ્યારે એક કારચાલક  દારૃની  પેટીઓ ભરીને ભાગ્યો હતો. પોલીસની ટીમે  પીછો કરીને તેને ઝડપી પાડયો હતો.  પોલીસે દારૃ, કાર મળી કુલ ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે  સ્થળ પરથી (૧) મોહંમદ તુફેલ મોહમંદ સનાઉલ્લાહ (રહે. બિહાર) (૨)  રામસૂરત રામકિશન નિશાદ (૩) રાજકુમાર શ્રીપરષોત્તમ સોનર અને (૪) દુર્ગા પ્રસાદ રામસંજીવન નિશાદ ( તમામ રહે. યુ.પી.) ને ઝડપી પાડયા છે. 



વોન્ટેડ જાહેર કરાયેલા છ આરોપીઓના નામ

(૧) દારૃ  મંગાવનાર વડોદરાનો રિયાઝ હુસેન ગુલામરસૂલ શેખ (૨) વિજય ઉર્ફે દાદા દત્તુરામ  સૂર્વે (૩) વલસાડનો બબલૂ (૪) વલસાડનો કનુ શાહભાઇ વાડી તથા કબજે કરેલી કાર અને મોબાઇલ ફોનના માલિકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ઉપરોક્ત આરોપીઓ પૈકી રિયાઝ ઘણા સમયથી દારૃનો ધંધો ઝોન - ૧ વિસ્તારમાં કરતો હતો. તેમછતાંય સ્થાનિક  પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.