Gujarat

તૈયારીમાં લાગી જાઓ! સ્પે. TET-1 અને TET-2ની પરીક્ષાની જાહેરાત, જાણો સેન્ટરની માહિતી

By GS TEAM
16 Sep 20252 mins read
TukuTouch Logo
રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે, જે મુજબ 12 ઓક્ટોબરે આ પરીક્ષા યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તૈયારીમાં લાગી જાઓ! સ્પે. TET-1 અને TET-2ની પરીક્ષાની જાહેરાત, જાણો સેન્ટરની માહિતી
                                                                                                                                                                                 Image: AI

TET Exam: રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે, જે મુજબ 12 ઓક્ટોબરે આ પરીક્ષા યોજાશે. 

આ પણ વાંચોઃ અમદાવાદીઓ ખાસ જાણી લેજો! 'નમોત્સવ' કારણે બંધ રહેશે બાપુનગરનો આ રસ્તો, જાણો વૈકલ્પિક રૂટ

12 ઓક્ટોબરે યોજાશે સ્પે. ટેટ 1 અને 2ની પરીક્ષા

મળતી માહિતી મુજબ, સ્પે. ટેટ-1ની પરીક્ષા 12 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. જ્યારે સ્પે. ટેટ-2ની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લામાં કરવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવનામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિ દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.


આ પણ વાંચોઃ ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્યઃ નવરાત્રિ પહેલાં હાઇકોર્ટની કડક ટિપ્પણી

પરીક્ષા વિશે વધુ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોએ આ વિશે વધુ માહિતી મેળવવા માટે sebexam.org ની મુલાકાત લેવી.