Gujarat

જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને રૂ.29.41 લાખની પાવરચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પે.કોર્ટ

By GS TEAM
7 May 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં સવા બે વર્ષ પહેલા સોડા બનાવતી ફેક્ટરીમાં વીજ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન રૂપિયા 9,80,660 ની રકમની પાવર ચોરી ઝડપાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને રૂ.29.41 લાખની પાવરચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પે.કોર્ટ

Jamnagar Court : જામનગરમાં સવા બે વર્ષ પહેલા સોડા બનાવતી ફેક્ટરીમાં વીજ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન રૂપિયા 9,80,660 ની રકમની પાવર ચોરી ઝડપાઈ હતી. આ અંગે નોંધાયેલ ફરિયાદના અનુસંધાને અદાલતે ફેક્ટરી સંચાલકને ત્રણ ગણી રકમનો દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ભરપાઇ કરવામાં નહી આવે તો એક વર્ષની જેલ સજાનો આદેશ કર્યો છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ગત તા.28/12/2023 ના રોજ વીજ ચેકીંગ અધિકારી વી.બી.બેલીમ અને તેના સ્ટાફ દ્વારા નગરસીમ સબ ડીવીઝન હેઠળ આવતાં કસાઈ કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સમદ અસલમ ડાકોરાની હાજરીમાં વીજકનેકશન ચેક કરવામાં આવ્યું હતું. જેમાં તપાસ કરતા તેઓ દ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં હોવાનું જણાયું હતું. જેથી ચેકીંગ અધિકારી દ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર – 4 તૈયાર કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી ફરીયાદી પ્રતિકસિંહ અશોકસિંહ જાડેજા કે જેઓ નગરસીમ સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ આ કામના આરોપી સમદ અસલમ ડાકોરા વિરૂધ્ધ જીયુવીએનએલ પો.સ્ટે. માં રૂ.9,80,660 ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ - 135 મુજબની ફરીયાદ દાખલ કરાવી હતી.

આ અંગે સ્પે. કોર્ટ માં કેસ ચાલવા ઉપર આવતા સરકાર દ્વારા કુલ-5 સાક્ષી અને 21-દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવી હતી અને સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે.વસિયર હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવી છે. અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ. સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી.પી.અગ્રવાલ દ્વારા આરોપી સમદ અસલમ ડાકોરાને રૂ.29,41,980 એટલે કે પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકાર્યો છે. અને જો આરોપી દ્વારા 30 દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.