Gujarat

કોટણા બીચ સહિત 10થી વધુ સ્થળોએ છઠ પૂજાનું વિશેષ આયોજન કરાયું

By GS TEAM
25 Oct 20251 min read
કોટણા બીચ સહિત 10થી વધુ સ્થળોએ છઠ પૂજાનું વિશેષ આયોજન કરાયું


બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા છઠ્ઠ પૂજાનું કોટણા બીચ ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાથે કપૂરાઈ અને દંતેશ્વર તળાવ ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આગામી તા. 27 અને 28 ઓક્ટોબરે મહાપર્વ છઠ્ઠ નિમિતે આથમતા અને ઉગતા સૂર્યની બે દિવસીય પૂજાનું આયોજન કરાયું છે. જેમાં 50 હજારથી વધુ લોકો ભાગ લઈ સૂર્યની પૂજા કરશે. જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એન્ટ્રી એગ્ઝિટ પોઇન્ટ, ફાયર સેફ્ટી, સફાઈ સહિતની વ્યવસ્થાઓ થઈ રહી છે. દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે. અંદાજે દોઢ લાખ જેટલા હિન્દી ભાષી લોકો વડોદરા જિલ્લામાં વસવાટ કરે છે. તેમના દ્વારા છઠ્ઠના દિવસે નદી અથવા તળાવમાં પાણીમાં ઉભા રહીને આથમતા અને ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. વિવિધ મંડળો દ્વારા મહીસાગર નદી, કમલાનગર, બાપોદ, હરણી સહિતના તળાવ અને જળાશયો સહિત 10થી વધુ સ્થળોએ છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.