Gujarat

VIDEO| છોટાઉદેપુર: આદિવાસી વિસ્તારમાં અનૂકુળતા પ્રમાણે ઉજવાય છે દેવ દિવાળી, જાણો કેવી છે અનોખી પરંપરા

By GS TEAM
10 Nov 20251 min read
TukuTouch Logo
દક્ષિણ ગુજરાત આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે, જ્યાં વસતા લોકોમાં અલગ-અલગ રીતભાતની બોલી, પહેરવેશ અને રહેણી કેણી જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ધાર્મિક તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં દેવ દિવાળીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| છોટાઉદેપુર: આદિવાસી વિસ્તારમાં અનૂકુળતા પ્રમાણે ઉજવાય છે દેવ દિવાળી, જાણો કેવી છે અનોખી પરંપરા

Chhota Udepur News : દક્ષિણ ગુજરાત આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે, જ્યાં વસતા લોકોમાં અલગ-અલગ રીતભાતની બોલી, પહેરવેશ અને રહેણીકરણી જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ધાર્મિક તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં દેવ દિવાળીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. 


કવાંટમાં વર્ષો જૂની પરંપરા અને આસ્થા સાથે દેવ દિવાળીની ઉજવણી

આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતાં દેવ દિવાળીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તાર સહિત કવાંટ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા મુજબ ગત બુધવારે ચૌદશના દિવસે ઉપવાસ રાખવામાં આવ્યો હતો. 

જ્યારે બીજા દિવસે ગુરુવારે ગામના દેવી દેવતાઓનું પૂજન કરીને દિવાળીનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે નવા ધાનની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. દરેક ગામની અનુકૂળતા મુજબ જુદા-જુદા દિવસે દિવાળીનો તહેવાર વર્ષો જૂની પરંપરા, આસ્થા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું

તહેવારમાં મગફળી, જુવાર, મકાઈ જેવા પાકને સળગાવેલા તાપણામાં શેકવામાં આવે છે, આ આગ પરથી સ્થાનિકો કૂદકા મારીને પરંપરાને નિભાવે છે. આ પછી શેકેલો પાક ખાવામાં આવે છે અને સગા-સંબંધીઓ સાથે આતાશબાજી કરીને પ્રકૃતિ પૂજા સાથે દિવાળીનો તહેવાર આસ્થા, ઉમંગ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે.