Get The App

સોનાની અસલી ચેઇન લઇ નકલી હોવાનું કહી સોનીએ રૃા.૨.૬૦ લાખ પડાવ્યા

ધરમ કરતા ધાડ પડી ઃ મિત્રને રૃપિયાની મદદ કરવા ચેઇન ગિરવે મૂકી સોનીએ છેતર્યા

ધિરાણ લાયસન્સ ન હોવાથી નારોલ પોલીસે પિતા- પુત્ર સામે ગુનો નોંધ્યો

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
સોનાની અસલી ચેઇન લઇ નકલી હોવાનું કહી સોનીએ રૃા.૨.૬૦ લાખ પડાવ્યા 1 - image

અમદાવાદ, બુધવાર

 ધરમ કરતા ધાડ પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મિત્રને રૃપિયાની જરુર હોવાથી યુવકે પોતાની સોનાની રૃા. ૨.૬૦ લાખની ચેઇન ગિરવે મૂકી હતી. જો કે સોેનીએ ચેઇન નકલી હોવાનું કહેતા યુવકે રૃપિયા પાછા આપી દીધા હતા તેમ છતાં સોનીએ ચેઇન પરત આપી ન હતી. જેને લઇને નારોલ પોલીસે સોની પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.

ચેઇન નકલી હોવાનું કહેતા  યુવકે  વ્યાજે લીધેલા રૃપિયા પરત આપ્યા , સોનીએ ચેઇન પાછી ના આપી ઃ ધિરાણ લાયસન્સ ન હોવાથી નારોલ પોલીસે  પિતા- પુત્ર સામે ગુનો નોંધ્યો

નારોલમાં રહેતા વેપારીએ નારોલ પોલીસ સ્ટેશનમાં પિતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ યુવકને મિત્રને રૃપિયાની જરુર હોવાથી તેની પાસે રોકડા રૃપિયા નહી હોવાથી પોતાની સોનાની ચેઇન ગિરવે મૂકીને રૃપિયા આપવાની વાત કરી હતી. જેથી નારોલમાં ડિવાઇન સ્કૂલની બાજુમા ક્રિષ્ના જ્વલર્સ ખાતે ગયા હતા જ્યાં આરોપીના ત્યાં પોતાની ૩૧.૬૪૦ ગ્રામ સોનાની ચેઇન બતાવતાં તેઓએ રૃા.૨.૬૦ લાખ મળશે તેવી વાત કરીને સોનીએ વ્યાજના રૃા. ૬,૭૫૦ કાપીને રૃા. ૨,૫૩,૨૫૦ આપ્યા હતા.

કલાક પછી સોનીએ ફોેન કરીને તેમારી ચેઇન નકલી હોવાની વાત કરી હતી જો કે યુવકે ચેઇન અસલી છે તેમ કહીને રૃપિયા પરત આપવા ગયો હતો બે દિવસમાં સોનીને તમામ રૃપિયા પાછા આપી દીધા હતા છતાં ચેઇન ઓગાળી કાઢી હોવાનું કહીને રૃપિયા પરત આપવાની ના પાડીને જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી.