Get The App

છોટાઉદેપુરમાં વૃદ્ધા પેન્શનના પૈસા ન આપતાં દીકરાએ સગી માતાનું કાસળ કાઢી નાંખ્યું

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુરમાં વૃદ્ધા પેન્શનના પૈસા ન આપતાં દીકરાએ સગી માતાનું કાસળ કાઢી નાંખ્યું 1 - image

Chhotaudepur News: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખોબા જેવડા આંબાડુંગર ગામે વૃદ્ધા સહાય પેન્શનના પૈસા માટે સગા દીકરાએ લાકડીના ફટકા મારી 80 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે માતાના હત્યારા આરોપી દીકરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

દીકરાએ 80 વર્ષીય માતાની કરી હત્યા

મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં વૃદ્ધ માતા પાનકીબેન ભીલ તેમના પતિ અને ચાર દીકરા સાથે રહેતા હતા. પરિવારના ત્રણ પુત્રો કડીપાણી ગામે રહેતા હતા. પરિવાર રોજગારી માટે ફકત ખેતી જ પર નિર્ભર હતા. પરંતુ જમીનમાં ખાસ પાકતું ન હોવાથી ઘરમાં આર્થિક સ્થિતિ ખરાબ રહેતી. જ્યારે પાનકીબેનને મળતું વૃદ્ધા પેન્શન પણ તેમનો સિવાલીયા ભીલ નામનો દીકરો ઉડાવી નાખતો હતો. જેમાં ઘરમાં ખાવા-પીવા માટે તકલીફ ઉભી થતાં પાનકીબેન સિવાલિયાને પૈસા આપવાનું બંધ કર્યું હતું. જેને લઈને સિવાલિયા વારંવાર માતા સાથે ઝઘડો કરતો હતો. 

આ પણ વાંચો: અમરેલીના ભંડારિયામાં બે વર્ષ પહેલા થયેલી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, મહિલાનો પતિ જ નીકળ્યો હત્યારો

ગત 3 ઓક્ટોબર, 2025ના રોજ સિવાલિયા ઘરે આવીને માતા પાસે પૈસા માંગણી કરી હતી. જેમાં માતાએ પૈસા આપવાનો ઈનકાર કરતાં દીકરાએ વાસની લાકડી વડે માતાને હાથ-પગ અને શરીરના ભાગો પર ફટકા માર્યા હતા. જેમાં માતાનું કરૂણ મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે અન્ય ભાઈઓને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી દીકરાની ધરપકડ કરી હતી.