વડોદરામાં ગેસ બોટલોની સંગ્રહખોરી સામે પોલીસનો આકરાપાણીએ : ન્યુ વીઆઈપી રોડ પર કાળાબજારી ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વિશ્વના મધ્ય પૂર્વ ખાતે ચાલી રહેલા ભીષણ જંગના સીધા પડઘા વડોદરા સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં પણ પડ્યા છે. જેમાં ઘરેલુ ગેસની ભારે અછત સર્જાતા લોકોએ ગભરાઈને આડેધડ બુકિંગ કરાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે કાળા બજારીયાઓ પણ મલાઈ ખાવાના ઇરાદે ગેસ સિલિન્ડરના કાળા બજાર કરવામાં મશગુલ બન્યા બન્યા છે. જોકે આ અંગે પુરવઠા વિભાગ અને પોલીસે ગેસ સિલિન્ડરના થતા કાળા બજાર અંગે ઠેક ઠેકાણે ચેકિંગ શરૂ કર્યું છે.
ન્યુ વીઆઈપી રોડના એક મકાનમાં બાતમીના આધારે વડોદરા એસઓજી પોલીસે પુરવઠા ખાતા સાથે મળીને દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન અનેક ખાલી ભરેલા ગેસ સિલિન્ડર મળી આવતા એસઓજી પોલીસે તમામ સિલિન્ડરને સીલ મારી દેવા સહિત બનાવમાં સંડોવાયેલા આરોપીઓની સઘન તપાસ શરૂ કરી છે. આ બનાવ વાયુ વેગે ફેલાઈ જતા ચકચાર મચી હતી.
ઉલ્લેખનીય છે કે ઈરાન સાથે ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે છેલ્લા 15 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષે ભારે ખુવારી પણ થઈ છે નજીકના દિવસોમાં યુદ્ધ નો અંત ક્યાંય દેખાતો નથી. જોકે આની સીધી અસર હેઠળ ઘરેલુ ગેસ અને કોમર્શિયલ ગેસની અછત સર્જાતા વડોદરા સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ ગેસ એજન્સીઓ ખાતે લોકોએ વહેલી સવારથી સિલિન્ડર મેળવવા માટે લાંબી કતારો લગાવી દેતા હતા.
જ્યારે બીજી બાજુ ઘરેલુ ગેસ અંગે કોઈ અછત નહીં હોવાનું કેન્દ્ર અને રાજ્ય સરકારે રોજિંદી જાહેરાતો કરવી પડે છે. આ ઉપરાંત વડોદરામાં પણ વિવિધ ગેસ એજન્સીઓ ખાતે લાંબી કતારો રોજે રોજ જોવા મળે છે. પરિણામે જિલ્લા કલેકટર કચેરી ખાતે આજથી ગેસ સિલિન્ડર માટે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. જે વહેલી સવારથી જ એક્શનમાં આવી ગયો છે. જોકે ઘરેલુ ગેસની અછતના કારણે કાળા બજારીયાઓને પણ ખુલ્લુ મેદાન મળી ગયું છે. ગેસ સિલિન્ડરની સંગ્રહ ખોરી કરીને કાળા બજાર કરનારાઓ મબલખ કમાણી કરી રહ્યા છે.
દરમિયાન આ અંગે પુરવઠા વિભાગ દ્વારા ઠેક ઠેકાણે ગુપ્ત રાહે ચેટિંગ પણ શરૂ કર્યું હતું. જોકે એક્શનમાં આવેલા શહેર પોલીસ તંત્રની એસઓજી બ્રાન્ચે પણ પોતાના બાતમી દારોને ગેસ સિલિન્ડરના થતા કાળા બજાર અંગે યોગ્ય બાતમી મેળવવા અંગે પણ સક્રિય કરી દીધા હતા. દરમિયાન ન્યુ વીઆઇપી રોડના એક મકાનમાં કેટલાક ખાલી ભરેલા ગેસ સિલિન્ડર હોવાની જાણ બાતમીદારોએ શહેર એસઓજી પોલીસને આપી હતી.
પરિણામે એસઓજી પોલીસ ટીમ અને પુરવઠા વિભાગની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન મકાનમાં મળી આવેલા ગેસ સિલિન્ડરો પુરવઠા વિભાગ અને એસઓજી પોલીસની ટીમે સંયુક્ત રીતે તમામ ખાલી ભરેલા ગેસ સિલિન્ડરને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ હાથ ધરી છે.









