Gujarat

સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાંગરો વટાયો: ‘પ્રદેશ ઉપાધ્યક્ષ’ને બદલે ‘શહેર ઉપપ્રમુખ’ લખતા ઝંખનાબેન પટેલની ફજેતી

By GS TEAM
31 Dec 20252 mins read
TukuTouch Logo
ભાજપ પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર થતાની સાથે જ નવી ટીમમાં સ્થાન પામેલા નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ઉત્સાહમાં ક્યારેક ગંભીર ભૂલો પણ થઈ જતી હોય છે. આવો જ એક કિસ્સો સુરતના પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલ સાથે બન્યો છે, જેમણે સોશિયલ મીડિયા પર પોતાની નવી નિમણૂક અંગે પોસ્ટ મૂકવામાં મોટો ભાંગરો વાટ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાંગરો વટાયો: ‘પ્રદેશ ઉપાધ્યક્ષ’ને બદલે ‘શહેર ઉપપ્રમુખ’ લખતા ઝંખનાબેન પટેલની ફજેતી

Major Blunder in Social Media Post: ભાજપ પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર થતાની સાથે જ નવી ટીમમાં સ્થાન પામેલા નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ઉત્સાહમાં ક્યારેક ગંભીર ભૂલો પણ થઈ જતી હોય છે. આવો જ એક કિસ્સો સુરતના પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલ સાથે બન્યો છે, જેમણે સોશિયલ મીડિયા પર પોતાની નવી નિમણૂક અંગે પોસ્ટ મૂકવામાં મોટો ભાંગરો વાટ્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

તાજેતરમાં ભાજપ પ્રદેશ સંગઠનમાં ઝંખનાબેન પટેલની નિમણૂક 'પ્રદેશ ઉપાધ્યક્ષ' તરીકે કરવામાં આવી છે. આ નિમણૂક બાદ તેઓ સોમવારે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો, પરંતુ કેપ્શનમાં પોતાની પદવી ખોટી લખી નાખી હતી. તેમણે પ્રદેશ ઉપાધ્યક્ષને બદલે 'સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ' તરીકે જવાબદારી સોંપવા બદલ આભાર માન્યો હતો. આ પોસ્ટ જોતા જ કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતું. લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે નેતાએ પોતાનો જ 'ડી-ગ્રેડ' કરી નાખ્યો છે.

કલાકો બાદ ભૂલ સુધારી

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા અને પક્ષના આંતરિક વર્તુળોમાં કટાક્ષ શરૂ થતા, ઝંખનાબેન પટેલને પોતાની ભૂલ સમજાઈ હતી. કલાકો સુધી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર રહ્યા બાદ આખરે જૂની પોસ્ટ ડિલીટ કરી નવી પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. જોકે, ત્યાં સુધીમાં આ છબરડો રાજકીય વર્તુળોમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો.

નેતાઓની ઉતાવળ

આજના સમયમાં કોઈપણ પદ કે જવાબદારી મળે એટલે તરત જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાની હોડ જામતી હોય છે, જેમાં ક્યારેક આવી ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે.