Gujarat

આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ

By GS TEAM
16 Oct 20251 min read
આ   વર્ષે અત્યારસુધી   ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને  ૪.૩૩ લાખનો દંડ

વડોદરા,શહેરમાં અવાજનું પ્રદૂષણ કરતા બૂલેટ અને બાઇક સામે ટ્રાફિક  પોલીસ  દ્વારા હાથ ધરવામાં આવેલી ઝૂંબેશ દરમિયાન જપ્ત કરાયેલા ૧૦૮ મોડિફાઇડ સાયલેન્સરનો આજે નાશ કરવામાં આવ્યો હતો. જેની અંદાજીત કિંમત સાડા પાંચ લાખ થાય છે. 

મોડીરાતે શહેરના માર્ગો પર કેટલાક યુવકો મોડિફાઇડ સાયલેન્સર વાળી ઘોંઘાટ કરતી બાઇક અને બૂલેટ લઇને નીકળે છે. જેના કારણે નાના બાળકો, મહિલાઓ  અને સિનિયર સિટિઝનને ઘણી વખત ગભરાઇ જવાથી અકસ્માતનો ભય રહે છે. ટ્રાફિક એ.સી.પી. ડી.એમ.  વ્યાસે જણાવ્યું હતું કે, આ વર્ષે હાથ ધરવામાં આવેલી ઝૂંબેશ દરમિયાન અત્યારસુધી ૪૩૩ વાહન ચાલકોને કુલ ૪.૩૩ લાખનો દંડ કરવામાં આવ્યો છે. પોલીસે કુલ કબજે લીધેલા ૪૩૩ પૈકીના ૧૦૮ સાયલેન્સરનો કોર્ટનો હુકમ મેળવ્યા પછી આજે  બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો  છે. જ્યારે હજી ૩૪ સાયલેન્સરનો  નાશ કરવાનો બાકી છે.