Get The App

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના : ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો ઉઠાવી ગયા

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના : ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો ઉઠાવી ગયા 1 - image

Jamnagar Theft Case : જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં કોઈ તસ્કરોએ ધોળે દહાડે તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ ચોરી જવાના બનાવે ચકચાર મચાવી છે.

જામનગરના સીટી ‘સી’ ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 305(એ) અને 331(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી ક્રુણાલભાઈ વિનુભાઈ મેસીયા (ઉ.વ.30), હાલ રહે. ખોડિયાર કોલોની, અર્ચના એપાર્ટમેન્ટ, જામનગર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.18/04/2026ના બપોરે 3.00 થી સાંજે 7.00 વાગ્યા વચ્ચે કોઈ અજાણ્યો ચોર મુખ્ય દરવાજાનું તાળું તોડી તેમના મકાનમાં પ્રવેશ્યો હતો.

ચોરે ઘરમાં રહેલા કબાટમાંથી પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલ અંદાજે રૂપિયા 80,000 રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે, અને અજાણ્યા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.