Get The App

માલણપુર ગામના ચામુંડા માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
માલણપુર ગામના ચામુંડા માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા 1 - image

ચોરી કરનાર ઇસમ સીસીટીવીમાં કેદ

મંદિરમાંથી ચાંદીના બે છત્તર મળી રૃ.૧.૨૦ લાખની ચોરી

ભાવનગરરાણપુર તાલુકાના માલણપુર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢમાં કોઈ અજાણ્યા  ઇસમે  મંદિરના પ્રવેશી ચાંદીના છત્તરની ચોરી કરી નાસી છૂટયા હતા.

રાણપુર તાલુકાના માલણપુર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢમાં કોઈ અજાણ્યા  ઇસમે લોખંડની જાળીના દરવાજા વાટે પ્રવેશ કરી માતાજીના મઢમા રહેલ બે ચાંદીના ૫૦૦ ગ્રામના છત્તર પૈકી એક ચાંદીના છત્તર મળી કુલ રૃા. ૧૨૦૦૦૦ ના છત્તરની ચોરી કરી નાસી છૂટયો હતો.મંદિરમાં ફીટ કરવાના આવેલા સીસીટીવી ચેક કરતા અજાણ્યો ઇસમ મોઢે રૃમાલ બાંધી માથે ટોપી પહેરી મંદિરમાં ચોરી કરતો દૃશ્યમાન થયો હતો.આ બનાવ સંદર્ભે મનસુખભાઈ ગાંડાભાઈ ઘાંઘરેટિયાએ અજાણ્યા ઇસમ વિરૃધ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫ ઘ ૩૩૧ ૪ મુજબ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.