Gujarat

ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો

By GS TEAM
12 Feb 20261 min read
ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો

બેંકના સીસીટીવી ફૂટેજના આધારે

ટાઉન પોલીસે ગણતરીના કલાકમાં તસ્કરને ઝડપી પાડી એટીએમ અને રિકડ રિકવર કરી

બગોદરા - ધોળકાના અમનપાર્ક વિસ્તારમાં આવેલી 'આર.કે. ઓટો એસેસરીઝ' નામની દુકાનમાંથી એક શખ્સે એટીએમ કાર્ડની કીટ ચોરી કરી હતી. આ તસ્કરે તુરંત પંજાબ નેશનલ બેંકના એટીએમ સેન્ટર પર પહોંચી કાર્ડનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે રૃ. ૨૫,૦૦૦ ઉપાડી લીધા હતા.

આ બાબતની જાણ થતા જ ભોગ બનનાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ધોળકા ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે આ કેસમાં ટેકનિકલ તપાસ અને બેંકના સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીની ઓળખ થઈ હતી. બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ કલ્પેશ લાલજીભાઈ પ્રજાપતિ નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પાસેથી ચોરાયેલું એટીએમ કાર્ડ અને ઉપાડેલી તમામ રોકડ રકમ રિકવર કરવામાં આવી છે.