Gujarat

થર્ટી ફર્સ્ટ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના લીસ્ટેડ બુટલેગરનો 10.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

By GS TEAM
26 Dec 20251 min read
TukuTouch Logo
સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડતા દારૂની 2,765 બોટલો 10.16 રૂપિયાની કિંમતની મળી આવી

Summarized by AI; it may make mistakes. Check important info

થર્ટી ફર્સ્ટ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના લીસ્ટેડ બુટલેગરનો 10.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Vadodara Liquor Raid : વડોદરાના ડભોઇ રોડ પર જય નારાયણ નગર-2 માં રહેતા આતિશ ઠાકોરના ઘરે વિદેશી દારૂનો જથ્થો મોટા પાયે ઉતર્યો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા દારૂની 2,765 બોટલો કિંમત 10.16 ની મળી આવી હતી. પોલીસે એક વાહન બે મોબાઈલ એક ટ્રાઈસીકલ અને રોકડા 120 રૂપિયા મળી ટોટલ 15.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે આરોપી (1) બાબુ લહરિયા ભાઈ રાઠવા (રહે-છોટાઉદેપુર) તથા (2) અજય ઉર્ફે બાબુ મેવાલાલ યાદવ (રહે-જય નારાયણ નગર, ડભોઇ રોડ) ને ઝડપી પાડ્યા છે. જ્યારે (1) બુટલેગર આતિશ ઠાકોર (2) સપ્લાયર બંસીલાલ ભૂરસિંગભાઈ રાઠવા (રહે-રોહિત, છોટાઉદેપુર) (૩) સપ્લાયર લાલસીંગ રાઠવા (રહે છોટાઉદેપુર) ઉપરાંત મોબાઈલ ફોનના માલિક, કારના માલિક તથા 2 અજાણ્યા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.