Get The App

SMCએ કોયલીમાં પકડેલા 38 લાખના લાલુ સિન્ધી ગેંગના દારૃના કેસમાં વધુ એકની ધરપકડ

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
SMCએ કોયલીમાં પકડેલા 38 લાખના લાલુ સિન્ધી ગેંગના દારૃના કેસમાં વધુ એકની ધરપકડ 1 - image

વડોદરાઃ કોયલીમાં પકડાયેલા રૃ.૩૮ લાખના દારૃના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને ઝડપી પાડયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે ગઇ તા.૨જી ફેબુ્રઆરીએ કોયલીના સંતરામ મંદિર પાછળ દરોડો પાડી દારૃની ૧૯૪૯ નંગ બોટલ,ત્રણ વાહનો સહિત કુલ રૃ.૫૩ લાખની મતા કબજે કરી હતી.આ ગુનામાં સ્થળ પરથી ત્રણ જણા પકડાયા હતા.

પોલીસે સૂત્રધાર લાલુ સિન્ધી,સુનિલ ઉર્ફે અદો,મનોજ પાપડ સહિત કુલ ૧૯ જણા સામે ગુનો નોંધ્યો હતો.જેમાં ક્રાઇમ બ્રાન્ચે વાડી રંગમહાલ વિસ્તારમાંથી રાજ ધર્મેન્દ્રભાઇ પટણી(લક્ષ્મી ફ્લેટ્સ)ને ઝડપી પાડયો છે.રાજ સામે અગાઉ રાયોટિંગ તેમજ બનાસકાંઠામાં દારૃ ભરેલી કાર સાથે પકડાવાના કેસ નોંધાયા હતા.બનાવના સ્થળેથી પકડાયેલી કાર તેના નામની હોવાનું ખૂલતાં તેની ધરપકડ કરાઇ છે.