Rajkot

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વેપારી રૂા.60 લાખની મત્તા સાથે ઝડપાયા

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
રાજકોટ રેલવે પોલીસે ભક્તિનગર સ્ટેશન પરથી વેરાવળના રસિકલાલ જગડા (ઉ.વ.65) ને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂા. 34 લાખનું સોનું, રૂા. 4.50 લાખની ચાંદી, રૂા. 15 લાખ રોકડા અને ડાયમંડ-સોનાનું બ્રેસલેટ સહિત રૂા. 59.27 લાખની શંકાસ્પદ મત્તા કબજે કરાઈ. રસિકલાલ કમિશનથી વેપારીઓને સોના-ચાંદીના ઢાળીયા અને રોકડ પહોંચાડતા હતા. રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વેપારી રૂા.60 લાખની મત્તા સાથે ઝડપાયા
  • કમિશનથી વેપારીઓને સોના-ચાંદીના ઢાળીયા, રોકડ આપવા આવ્યા હતા
  • રૂા.34 લાખનું સોનું, રૂા.4.50 લાખની ચાંદી, રૂા.15 લાખ રોકડા, ડાયમંડ અને સોનાનું બ્રેસલેટ કબજે
    રાજકોટ: રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી ગઇકાલે રેલવે પોલીસે રોકડ, સોના-ચાંદીના જથ્થા સાથે વેરાવળના જુના કુંભારવાડામાં રહેતા રસિકલાલ છોટાલાલ જગડા (ઉ.વ.૬૫)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂા.૫૯.૨૭ લાખની મત્તા શક પડતી મિલ્કત તરીકે કબજે કરી તપાસ હાથ ધરી છે.
    ગઇકાલે રાજકોટ-વેરાવળ ટ્રેનમાંથી રસિકલાલ ઉતરતા રેલવે પોલીસે તેમની પાસે રહેલા સામાનની તલાશી લેતાં અંદરથી ચાંદીના બે ઢાળીયા, સોનાના અલગ-અલગ દસ ટુકડા, ડાયમંડનું બ્રેસલેટ, સોનાનું બ્રેસલેટ, રૂા.૧૪.૯૫ લાખ રોકડા મળી આવ્યા હતા. જેમના આધાર પુરાવા અને જીએસટીના બિલ રજૂ નહીં કરી શકતા પીએસઆઇ બી.જે.જાડેજાએ આ તમામ મત્તા શક પડતી મિલ્કત તરીકે કબજે કરી હતી.
    રેલવે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, રસિકલાલ વેપારીઓના સોના-ચાંદીના ઢાળીયા રાજકોટના વેપારીઓને પહોંચાડવાનું કામ છેલ્લા દસ વર્ષથી કમિશન લઇ કરે છે. આ ઉપરાંત રોકડ રકમ પહોંચાડવાનું કામ પણ કરે છે. અલગ-અલગ વેપારીઓ પાસેથી સોના-ચાંદીના ઢાળીયા રાજકોટના છએક વેપારીઓને પહોંચાડવાના હતા.
    આ ઉપરાંત સોની બજારના એક વેપારીને રૂા.૧૪.૯૫ લાખ પહોંચાડવાના હતા. જેથી ટ્રેનમાં રાજકોટ આવતા રેલવે પોલીસની ઝપટે ચડી ગયા હતા. રેલવે પોલીસે તેમનું નિવેદન નોંધી આગળની તપાસ જારી રાખી છે.