અરજી પાછી નહીં ખેંચો તો હાથપગ વગરના કરી નાખીશું, લોકઅપમાં બેસવા તૈયાર છીએ...દુકાનદારને ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના ગોરવા વિસ્તારમાં બે દુકાનદારો વચ્ચે થયેલી તકરાર પોલીસ સ્ટેશનને પહોંચી હતી. જેમાં એક દુકાનદાર તેમજ તેના માણસોએ બાજુના દુકાનદારને ટાંટીયા તોડી નાખવાની તેમજ લોકઅપમાં બેસવા તૈયાર હોવાની ધમકી આપી હતી. તો સામે પક્ષે બીજા દુકાનદારે પણ આવી જ રીતે ધમકી આપતા બંનેની સામ સામે ફરિયાદો નોંધાઈ છે.
ઓધવપુરા ખાતે 15 ફ્લેટમાં રહેતા અને લોન્ડ્રી ચલાવતા રાહુલભાઈ બાણીયા એ પોલીસને કહ્યું હતું કે મારા પડોશમાં શિવ ફરસાણ નામની દુકાન આવેલી છે જેના સંચાલક અજયભાઈ કલાણીયા છે. આ દુકાનદારે પતરાનો શેડ બનાવ્યો હોવાથી અમને પાર્કિંગમાં તકલીફ પડે છે.
દુકાનદારે કહ્યું છે કે, અમે વારંવાર અજયભાઈ ને શેડ દૂર કરવા કહ્યું હતું પરંતુ તેઓ શેડ ખસેડતા ન હતા. તા 20મી એ અમે કોર્પોરેશનમાં શેડ તોડવા બાબતે અરજી આપી હતી. જેથી અજય ભાઈના માણસ ભરતભાઈએ અમને છ દિવસમાં અરજી પરત નહીં ખેંચે તો હાથ પગ વગરનો કરી દઈશું અને બુલેટ પણ ચલાવી નહીં શકે,અમે લોકઅપમાં બેસવા તૈયાર છીએ...તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ અજયભાઈએ પણ મને કહ્યું હતું કે, મારી પાસે ત્રણથી ચાર માણસો છે એક માણસના જવાથી મને કોઈ ફેર નહીં પડે અને ધંધો બંધ નહીં થઈ જાય.જેથી ગોરવા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સામે પક્ષે મહેશભાઈ વાઢીયા એ વળતી ફરિયાદ નોંધાવી છે. જે માધ્યમને કહ્યું છે કે કોર્પોરેશન એ અમારો શેડ તોડી નાખ્યો હોવાથી અમે પાણી અને તડકો આવેલી તે માટે ફોલ્ડિંગ સેડ લગાવ્યો હતો.જેથી રાહુલભાઈએ આ શેડ કાઢી નાખવાની અને દુકાન છોડીને ગામડે જતા રહેજો નહીં તો ચાલવા લાયક રાખીશું નહીં.. મારી પાસે ઘણા માણસો છે તમને જોઈ લેશે એવી ધમકી આપી હતી.









