Gujarat

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામાં પકડાયો

By GS TEAM
20 Jun 20261 min read
ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામાં પકડાયો

વડોદરાઃ ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા માટે એક આરોપીની કરાયેલી હત્યામાં શૂટર મનાતા આરોપીને વડોદરાની હરણી પોલીસે ઝડપી પાડયો છે.

ઇન્દોરના લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તા.૨૧મી મેએ અભિ તોમર નામના યુવક પર ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી.આ બનાવમાં પોલીસની તપાસ દરમિયાન એવી વિગતો બહારઆવી હતી કે,અભિ તોમરે બે વર્ષ પહેલાં ભિંડ ખાતે વિષ્ણુ યાદવની હત્યા કરી હતી.

અભિ યાદવ ચાર મહિના પહેલાં જ જેલમાંથી  બહાર આવ્યો હોવાથી વિષ્ણુના ભાઇ ગુલશન યાદવ અને તેના સાગરીતોએ યોજના ઘડી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

અભિની હત્યાના બનાવમાં શૂટર તરીકે ઓળખાયેલો ગૌરવ તુલસીરામ જાટવ(પ્રેમ નગર,અટેરરોડ,ભિંડ,મધ્યપ્રદેશ) વડોદરાના ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે હોવાની માહિતી મળતાં હરણીના પીઆઇ એસવી વસાવાએ ટીમ મોકલી વર્ણન અને લોકેશનને આધારે ગૌરવને દબોચી લીધો હતો અને ઇન્દોર પોલીસને જાણ કરી સોંપવા તજવીજ કરી હતી.