Gujarat

શિનોર હનીટ્રેપના આરોપી શૈલેષ વસાવાની ધરપકડ : તા.15 સુધી રિમાન્ડ મંજૂર

By GS TEAM
11 Apr 20262 mins read
TukuTouch Logo
શિનોર પોલીસ મથકે નોંધાયેલ ચકચારી હનીટ્રેપ જેવા ગુનાના પાંચમાં આરોપી શૈલેશ વસાવાને LCB એ ઝડપી, શિનોર પોલીસે કોર્ટમાં રિમાન્ડ માગતા તારીખ 15 સુધીના રિમાન્ડ આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિનોર હનીટ્રેપના આરોપી શૈલેષ વસાવાની ધરપકડ : તા.15 સુધી રિમાન્ડ મંજૂર

Vadodara Police : શિનોર પોલીસ મથકે નોંધાયેલ ચકચારી હનીટ્રેપ જેવા ગુનાના પાંચમાં આરોપી શૈલેશ વસાવાને LCB એ ઝડપી, શિનોર પોલીસે કોર્ટમાં રિમાન્ડ માગતા તારીખ 15 સુધીના રિમાન્ડ આપ્યા છે.  

શિનોર પોલીસ મથકે તારીખ 1 મે 2025 થી તારીખ 29 ઓક્ટોબર 2025 દરમિયાન બનેલા ગુનાની ફરિયાદ તારીખ 6 ફેબ્રુઆરી 2026 ના રોજ ફરિયાદી હરેશ રણછોડ પટેલે 9 આરોપીઓ સામે આપી હતી. જેની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. ડી.આર.ભાદરકા કરી રહ્યા હતા. અને શરૂઆતમાં બે આરોપી અનવર મન્સૂરી અને સલીમ ઉર્ફે બતકની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન રૂ.4,18,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી આશિક સિકંદર પઠાણ જેના હાથે આ તમામ રૂપિયા અપાયા હતા. તેની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન 14 લાખનો રોકડ સહિત મુદ્દા માલ કબજે કર્યો હતો. કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યા, બાદ રિમાન્ડ દરમિયાન ખુલેલા ચોથા આરોપી આશિક પઠાણનો પુત્ર અશફાક પઠાણને નાણાં ગૂગલ પે થી આપેલા તેના રિમાન્ડ પુરા થતાં જામીન પર મુક્ત થયેલ છે. આશિકના ભાઈ અહેમદને બેંકમાંથી ફરિયાદીએ રૂ.8,00,000 આપેલા તે તથા માલસર માંડવા વચ્ચે આવેલ મહારાજનું મકાન ગુનામાં સામેલ હોય તે મહારાજ, ઉપરાંત એક લંગડો વ્યક્તિ અને આશિકની અલ્ટો ગાડી પણ આ કાવતરામાં સામેલ હતી, જે ઝડપવાની બાકી છે.

મૂળ ફરિયાદના બાકીના છ આરોપીઓ હજુ પકડવાના બાકી હતા, તે અરસામાં ઇન્ચાર્જ પી.આઇ.ભાદરકાની બદલી થતાં નવા પી.આઇ.આર.આર. વસાવાએ ચાર્જ લીધો છે. એ દરમિયાન તપાસમાં ખુલેલ મુખ્ય આરોપી શૈલેષ વસાવા જેને કરજણ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલ, જે નામંજૂર થતાં LCB પોલીસે તેને ઝડપી શિનોર પોલીસને સોંપેલ છે. શિનોર પોલીસે શૈલેષ વસાવાને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરીને રિમાન્ડની માંગણી કરતાં આગામી તારીખ 15 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન બાકીના આરોપીઓ મનીષા ઉર્ફે શાંતા વસાવા રાજપારડી, તેનો પતિ, તેનો બનેવી, તેની મા, તેની એક સહેલી અને અજાણ્યા અન્ય ઈસમો, ઝડપાઈ જવાની વકી છે. કારણકે શૈલેષ વસાવા અન્ય તમામનો સાગરિત છે અને તમામને ઓળખે છે. નવા પી.આઇ.આર.આર. વસાવાને આ ચકચારી ગુનાને ડિટેક્ટ કરવાનો કુદરતી મોકો મળેલ છે.