વડોદરા,સાઇકલ લઇને નોકરી જતા સિક્યુરિટી જવાનને મોપેડચાલક મહિલાએ ટક્કર મારતા ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયા હતા. તેઓની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
પાદરામાં રહેતા ૭૩ વર્ષના હરિભાઈ ડાહ્યાભાઈ મકવાણા ગઈ ૧૦ તારીખે પાદરાથી સાડા પાંચ વાગ્યે નીકળી સાઈકલ પર શ્રીમય સોસાયટીમાં સિક્યુરિટી જવાનની નોકરી પર જતા હતા. તે દરમિયાન નારાયણ વાડીથી સન ફાર્મા રોડ તરફ જતા માર્ગ પર મોેપેડ લઈને જતી યુવતીએ સાઈકલને ટક્કર મારતા માથામાં ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા. સયાજી હોસ્પિટલમાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. પોલીસે મોપેડ ચાલક પૂજા શર્માની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે, તેનીપાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી.
મકરપુરા આકાશવાણી ની સામે એમ.ઇ.એસ કોલોની આર્મી ક્વાટર્સમાં રહેતા ૫૫ વર્ષના વિજયભાઈ ભગવાનદાસ સોલંકી ગઈકાલે સાઇકલ લઈને મકરપુરા એરફોર્સ શિવમ ડુપ્લેક્સ ની સામે રોડ ક્રોસ કરતા હતા. બપોરે ૧ વાગ્યે એક કારચાલકે તેઓને ટક્કર મારતા તેઓ ઉછળીને કારના કાચ પર પટકાયા હતા. કપાળ અને હાથ પર ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ થયા હતા. હાલ તેઓની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.


