Gujarat
માજી મેયરના નિધનના કારણે આજે પાલિકા કચેરી સમિતિની સ્કૂલમાં રજા
By GS Team
23 Sep 20221 min read
This article was originally published on 23 Sep 2022

- આજની રજા જોડાતા સુરત મ્યુનિ.માં ત્રણ દિવસની રજા : આવશ્યક સેવાની કામગીરી ચાલુ રહેશે
સુરત,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
સુરતના માજી મેયર પ્રતાપ કંથારિયા (વર્ષ 8-2-89થી 8-2-1990) નું આજે નિધન થતાં આજે શુક્રવારે સુરત મ્યુનિ. કચેરી તેમના માનમાં બંધ રાખવામાં આવશે. પાલિકા કચેરી સાથે સાથે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પણ રજા જાહેર કરવામા આવી છે.
જોકે, આ રજા દરમિયાન સુરત પાલિકાના આવશ્યક સેવા એવી ફાયર, પાણી ગટર અને સફાઇની કામગીરી રાબેતા મુજબ ચાલશે. આજે શુક્રવારે પાલિકામાં રજા જાહેર કરી દેવાતાં સુરત પાલિકામાં ત્રણ દિવસની એક સાથે રજા થઈ જશે.




