Get The App

સૌરાષ્ટ્ર સિંગતેલમાં એક દિવસમાં જ 40 સહિત મહિનામાં 200નો વધારો

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્ર સિંગતેલમાં એક દિવસમાં જ 40 સહિત મહિનામાં 200નો વધારો 1 - image

એકમાત્ર કોપરેલ તેલમાં મહિનામાં 500નો ઘટાડો  : મગફળીના વિક્રમી ઉત્પાદનથી વાજબી ભાવે તેલ મળવાની આશા ઉપર નફાખોરો, સરકારની નિષ્ક્રીયતાથી પાણી ફર્યું 

રાજકોટ, : મગફળીનું વિક્રમજનક ઉત્પાદન કરનાર ગુજરાતના સ્થાનિક સિંગતેલની બજારમાં કૃત્રિમ દેખાતા ભાવવધારાનો સિલસિલો જારી રહ્યો છે.રાજકોટ બજારમાં આજે એક દિવસમાં જ  સિંગતેલમાં ડબ્બાએ રૂ।. 40 વધારી દીધા હતા પ્રતિ 15 કિલોના ભાવ રૂ।. 2735થી 2785 સુધી પહોંચી ગયા છે. માત્ર પખવાડિયામાં રૂ।. 170નો અને તા. 22 ડિસેમ્બરની સાપેક્ષે એક મહિનામાં રૂ।. 200નો તોતિંગ વધારો અને તે પણ માંગ સ્થિર, પૂરવઠામાં વધારો સાથે તેજીના કોઈ દેખીતા કારણો વગર ઝીંકાયો છે. 

એક સમયે કપાસિયા અને પામતેલમાં વધારો થયા બાદ સિંગતેલમાં તેની અસર રૂપે વધારો થતો પરંતુ, આ વર્ષે સિંગતેલની લોબીએ સરકારી તંત્રના મૌન વચ્ચે દિવાળી પછી ભાવવધારાની લીડ લીધી હોય તેમ મગફળીનું ઉત્પાદન 30 ટકા વધવા છતાં તોતિંગ ભાવવધારો કર્યો છે,તે સાથે એક માસમાં કપાસિયામાં રૂ।. 115 અને પામતેલમાં પણ રૂ।. 105નો વધારો થયો છે.એકમાત્ર કોપરેલ તેલ કે જે રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચ્યું હતું તેમાં ઘટાડાનો ક્રમ જોવા મળ્યો છે અને મહિનામાં રૂ।. 500 ઘટયા છે. 

 સિંગતેલમાં રૂ।. 200 વધવા સાથે રાજકોટ યાર્ડમાં મગફળીના ભાવ પણ આજે પ્રથમવાર રૂ।. 1500ને પાર થઈ ન્યુનત્તમ રૂ।. 1230થી મહત્તમ રૂ।. 1530 સુધી પહોંચ્યા છે. સારી મગફળીના ભાવ સરકારના ટેકાના ભાવ કરતા પણ વધુ મળે છે. 

 સિંગતેલ અને કપાસિયા વચ્ચે પહેલા પચાસ-સાઠ રૂ।.નો તફાવત હવે રૂ।. 460 જેવો થઈ જતા ફરસાણના વેપારીઓ ભાવ હરીફાઈના ધંધામાં ટકી રહેવા તેમજ ગરીબો પણ કપાસિયા તેલ તરફ વળી રહ્યા છે. જો કે નેતાઓ અને નાણાંવાળાને ડબ્બાએ રૂ।.200-300નો અને કિલોએ રૂ।. 15-20નો વધારો સામાન્ય લાગે છે પરંતુ, નિશ્ચિત મર્યાદિત આવકમાં ઘર ચલાવનારા માટે આ વધારાથી નારાજગી છે.