Get The App

VIDEO| અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO| અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ 1 - image


Ahmedabad News: ગુજરાતમાં જાણે નામની જ દારૂબંધી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદની સરખેજ પોલીસની ટીમ રૂ.76 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.1 કરોડના મુદ્દામાલ સાથે એક શખસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ કરી હતી, આ દરમિયાન પોલીસે બાતમીના આધારે સરખેજ બાકરોલ સર્કલથી સનાથલ સર્કલ તરફ જતા એસ.પી. રીંગ ઉપર એચ.પી. પેટ્રોલ પંપ સામે એક ટ્રકચાલક શંકાસ્પદ જણાતા તેમાં ચકાસણી કરી હતી. જેમાં ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં બહોળા પ્રમાણમાં દારૂનો જથ્થો છૂપાયેલો જણાય આવ્યો હતો. 

રાજસ્થાનના શખસની ધરપકડ

આ મામલે પોલીસે મૂળ બાડમેર રાજસ્થાનના વગતારામ જગમાલરામ બેનીવાલ(ઉં.વ.38) નામના શખસની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ લુધીયાણા પંજાબ ખાતેથી દારૂનો જથ્થો લઈને આવ્યો હોવાનું જણાવ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદના પોશ એરિયામાં નોકરે જ કરી 26 લાખની ચોરી, દાગીના ફરીદાબાદ કુરિયર કર્યા ને પકડાયો

1 કરોડનો દારૂનો જથ્થો જપ્ત 

પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 5088 બોટલ, 4536 બીયર ટીન એમ કુલ 76.56 લાખની કિંમતની 9624 દારૂની બોટલ, 5000ની કિંમનો ફોન, 10 લાખની કિંમતના અલગ-અલગ પ્રોડકટસના કાર્ટૂન અને લોટના કટ્ટા, ટ્રક મળી કુલ 1.01 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલા આરોપી સામે અગાઉ ભાભર પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે.