Get The App

51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા... સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી ઉત્સવ

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા... સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી ઉત્સવ 1 - image


Salangpurdham Holi-Dhuleti Festival: સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવની ઉજવણીનું આયોજન થશે. જે માટે અનેક પ્રકારની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હનુમાનજી દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.

કેવી છે તૈયારી?

-હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવશે. 

-મંગળા આરતી 5:૩૦ કલાકે  અને  શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે  કરવામાં આવશે.

-સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં સ્વામી, સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાશે.

-7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાશે.

-મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે

- કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાશે. 

-100  રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવશે.

-10000 ફુગ્ગા છોડવામાં આવશે.    

-હોળી રમ્યા બાદ ઢોલીઓ નાસિક ઢોલના તાલે રાસની રમઝટ

51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા... સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી ઉત્સવ 2 - image

હનુમાનજી ચાલીસાનો પાઠ

હોળી(પૂર્ણિમા)ના અવસર પર કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફૂલોથી પરિસરને કલરફૂલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે. ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવની ઉજવણી કરવા માટે ભાઈઓ, બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભર તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે હોળીની ઉજવણી કરવા ભક્તો ઉમટશે. તેમજ હનુમાનજી ચાલીસાનો પાઠ કરવામાં  આવશે.

આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

હોળીની મહા ઉજવણીની તૈયારી અંગે કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ જણાવ્યું કે, 'આ જીવનનો અલૌકિક લ્હાવો છે ભક્તિના રંગે રંગાવાનો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ-કિલ્લોલ કરશે. રંગોત્સવમાં રાજ્યના લાખો ભક્તો આવશે. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.'