Get The App

Video: સાળંગપુરમાં રચાશે ઇતિહાસ, હનુમાન જયંતી પર પહેલીવાર 'AI' આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શો

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
Video: સાળંગપુરમાં રચાશે ઇતિહાસ, હનુમાન જયંતી પર પહેલીવાર 'AI' આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શો 1 - image

Salangpur News : બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી (કષ્ટભંજન દેવ) મંદિરે આ વર્ષનો હનુમાન જન્મોત્સવ દાદાના ભક્તો માટે કંઈક ખાસ અને ઐતિહાસિક બની રહેશે. મંદિરના સંતો અને સેવકો દ્વારા છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં અંદાજે 800થી 1000 લોકોની ટીમ રાત-દિવસ કામ કરી તૈયારી પૂરી કરી દીધી છે. આ વખતના જન્મોત્સવનું મુખ્ય આકર્ષણ 'AI આધારિત શાર્પી લાઇટ એન્ડ સાઉન્ડ શો' છે.

ભક્તો પર સીધું ફોકસ કરતો વિશેષ શો

સામાન્ય રીતે લાઇટ એન્ડ સાઉન્ડ શો કોઈ સ્ક્રીન કે વસ્તુ પર થતા હોય છે, પરંતુ સાળંગપુરમાં આ વખતે 150 લોકોની મહેનતે તૈયાર થયો 10 મિનિટનો ખાસ શો સીધો ભક્તો પર ફોકસ કરશે. કોઠારી સ્વામીના જણાવ્યા અનુસાર, કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની બંને બાજુ 30-30 ફૂટ ઊંચા સ્કેફોલ્ડિંગ ઉભા કરીને 201 જેટલી શાર્પી લાઇટો લગાવવામાં આવી છે, જેની ડિઝાઇન AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની મદદથી તૈયાર કરાઈ છે.

ભક્તોને ઇન્ટરનેશનલ કોન્સર્ટ જેવી અનુભૂતિ કરાવવા અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેમાં 28 મીડ સ્પીકર નો ઉપયોગ કરાયો છે. વેસ્ટર્ન ટ્રાન્સ મ્યુઝિકની સાથે હરિપ્રકાશ સ્વામીના અવાજ અને દાદાના મહિમાને જોડીને એક અદભુત ટ્રેડિશનલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે.

ગંગા આરતી જેવી સાળંગપુર આરતી અને ભવ્ય આતશબાજી

લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત, 100 જેટલા કલાકારો દ્વારા 14થી 15 મિનિટ માટે હરિદ્વારની ગંગા આરતીની જેમ જ ભવ્ય સાળંગપુર આરતી કરવામાં આવશે. આરતી બાદ 8 મિનિટનો ભવ્ય ફાયર શો થશે, જેના માટે 2000થી વધુ ઇમ્પોર્ટેડ ફટાકડાઓ મંગાવવામાં આવ્યા છે. વિશેષ આકર્ષણ એ રહેશે કે ક્રેનની મદદથી દાદાની વિશાળ મૂર્તિની પાછળથી ફાયર શો કરાશે, જેનાથી મૂર્તિ પાછળ ચક્ર કે કિરણો નીકળતા હોય તેવો નજારો સર્જાશે. આ પ્રકારનો નજારો અગાઉ માત્ર ચીન કે જાપાન જેવા દેશોમાં જ જોવા મળતો હતો.

સવારે જન્મોત્સવની ભવ્ય ઉજવણી

બીજા દિવસે સવારે હનુમાન જન્મોત્સવના મુખ્ય સમયે કેક કટિંગ કરવામાં આવશે. આ પાવન અવસરે 1 લાખ જેટલા બલૂન ડ્રોપ કરીને અને બ્લોઅરથી કાગળ ઉડાડીને ભવ્ય ઉજવણી કરાશે.