Get The App

શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ

બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે તકરારે ઉગ્રે સ્વરૃપ ધારણ કર્યું

માથામાં તલવાર મારતા ચક્કર આવ્યા યુવક નીચે પડયા બાદ બેઝબોલ દંડાથી ઢોર માર માર્યો

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ 1 - image

અમદાવાદ, સોમવાર

શાહીબાગમાં વાહન અથડાવા બાબતે બે યુવકોને તલવારના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવક તેના ભાઇ સાથે વાતો કરી રહ્યો હતો તે સમયે આરોપીઓએ તકરાર કરી હતી. ગંભીર રીતે ઘાયલ બન્ને યુવકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

માથામાં તલવાર મારતા ચક્કર આવ્યા યુવક નીચે પડયા બાદ બેઝબોલ દંડાથી ઢોર માર માર્યો ઃ શાહીબાગ પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો

શાહીબાગમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં આયુષ્યમાન વિભાગમાં પ્રાઇવેટ નોકરી કરતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેનશમાં પડોશમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૫ના રોજ આરોરી રિક્ષા લઇને સોસાયટીમાં આવ્યો હતો તે સમયે ફરિયાદી યુવકને સામાન્ય અડી જતા સરખી ચલાવવાનું કહેતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો જો કે સમાધાન થઇ ગયું હતું તેની અદાવત રાખીને બીજા દિવસે રાતના સમયે યુવક માસીના દિકરા સાથે સોસાયટીના બગીચા પાસે ઉભા રહીને વાતો કરતા હતા.

આ સમયે ચારેય આરોપીઓ આવીને યુવકને ગાળો બોલીને તલવારના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ લાકડાના દંડાથી ફટકારીને નાસી ગયા હતા. બુમાબુમ થતા સોસાયટીના લોકોએ આવીને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યારબાદ તપાસ કરતા યુવકના મિત્રનું બાઇક અડી જતા તમામે તેને પણ માર માર્યો હતો.