અમદાવાદ, રવિવાર
એક તરફ સરકાર દ્વારા ગુજરાતમાં દારુબંધીના દાવા કરવામાં આવે છે.તો બીજીતરફ માલેતુજારોને હેલ્થના બહાને દારુની પરમિટ આપવામાં આવી રહી છે. તેમાંયે સિવિલ હોસ્પિટલ દ્વારા કોઇ ધારા ધોરણ વગર આડેધડ દારુની પરમિટ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. સિવિલના કર્મચારીઓ દ્વારા લિકર પરમિટની ખોટી ૨૫૭ રસીદો આપી હતી અને ૫૦ લાખનું કૌભાડ આચર્યું હોવાનું ત્રણ આરોપીની ધરપકડ બાદ બહાર આવ્યું છે. પોલીસ અને સિવિલની તંત્રની તપાસમાં બહાર આવતા પૈસા ફેંકો તમશા દેખો જેવા ઘાટ ઘડાયો છેે. આ કેસની તટસસ્થ તપાસ થાય તો સિવિલ હોસ્પિટલના આ કૌભાંડમાં અધિકારીઓ અને ડોક્ટરો રેલો આવે તેમ છે. જો કે તપાસ ઉપર ઠંડુ પાણી રેડવાના પ્રયાસોની ચર્ચા ચાલી રહી છે.
સિવિલ હોસ્પિટલના કૌભાંડમાં તટસ્થ તપાસ થાય તો અધિકારીઓ અને ડોક્ટરોને રેલો આવે, તપાસ ઉપર ઠંડુ પાણી રેડવાના પ્રયાસોની ચર્ચા પોલીસે ૩ આરોપી પકડયા પછી સિવિલ હોસ્પિટલની તપાસમાં ઘટસ્ફોટ થર્યો
અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડીકલ લિકર પરમિટમાં ૯ અરજદારના લિકર પરમીટના ૧.૮૦ લાખ રૃપિયા બારોબાર કરી દીધા હતા. નવી પરમીટ માટે રૃા. ૨૫,૦૦૦ અને રીન્યુઅલ માટે રૃ. ૨૦,૦૦૦ ની ફી લેવા છે જે નિયમ મુજબ રોગી કલ્યાણ સમિતિના બેંક એકાઉન્ટમાં માત્ર ઓનલાઇન જ રૃપિયા જમા કરાવવાના હોય છે.આરોપીઓએ સરકારમાં રૃપિયા જમા કરાવ્યા વગર અરજદારને માત્ર રિસિપ્ટ આપી હતી.
આ કેસમાં લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર કલાર્ક સહિત ૩ કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ હોસ્પિટલ તંત્રે પોલીસને એક રિપોર્ટ તૈયાર કરીને આપ્યો છે. તેમાં ૨૫૭ રસીદો ખોટી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.જેથી કુલ રૃા. ૫૦ લાખથી વધુનું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે.
બીજીતરફ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ માટે એક કમિટી બનાવી હતી. તેમાં તંત્ર દ્વારા એક રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે. તેમાં ૨૫૭ રસીદો મેચ થતી નથી એટલે કે ખોટી હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ તંત્રનો રિપોર્ટ તૈયાર છે પરંતુ નશાબંધી ખાતા દ્વારા હજુ તપાસ ચાલે છે અને રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે. બન્ને સરકારી તંત્રના રિપોર્ટમાં સત્ય તથ્યો નોંધાશે તો લિકર પરમિટના નામે ચાલતા તોસ્તાન કૌભાંડના તથ્યો ખુલવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.


