Gujarat

રૃપિયા ભરવા મદદ કરી સાયબર ગઠિયાએ રૃા. ૧.૧૯ લાખ ઉપાડી લીધા

By GS TEAM
29 Apr 20262 mins read
રૃપિયા ભરવા મદદ કરી સાયબર ગઠિયાએ રૃા. ૧.૧૯ લાખ ઉપાડી લીધા

અમદાવાદ, બુધવાર

સાયબર ગઠિયા અવનવી યુક્તિઓ અપનાવીને લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. અસારવામાં રહેતો શ્રમજીવી યુવક  બેન્કમાં પૈસા ભરવા માટે ગયો હતો પરંતું બેન્કમાં રજા હતી આ સમયે બેન્કની બાજુમાં ગ્રાહક સેવા નામનું બોર્ડ લગાડેલું હતું તેની પાસે એક શખ્સ બેઠેલો હતો તેણે યુવકને મદદ કરવાનું કહીને બેન્કની પાસબુક, આધારકાર્ડ મેળવ્યા બાદ ફિંગર પ્રિન્ટ લઇને ખાતામાં રૃા. ૨૦ હજાર ભરવા માટે મદદ કરી હતી ત્યારબાદ પાંચ મીનીટમાં યુવકના ખાતામાંથી રૃા. ૧.૧૯ લાખ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેન્કમાં રજા હતી બાજુમાં ગ્રાહક સેવા લખેલા બોર્ડ પાસે બેઠેલા શખ્સે યુવક પાસેથી પુરાવા લીધા પછી પાંચ મીનીટમાં બેન્કમાંથી રૃપિયા ઉપડયાનો મેસેજ આવ્યો

અસારવામાં યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૧-૦૩-૨૦૨૬ના રોજ યુવક અસારવા ખાતે બેન્કમાં રૃપિયા ભરવા માટે ગયો હતો 

જો કે બેન્કમાં રજા હતી આ સમયે બેન્કની બાજુમાં ગ્રાહક સેવા નામનું બોર્ડ લગાડેલું હતું તેની પાસે એક શખ્સ બેઠેલો હતો તેણે યુવકને મદદ કરવાનું કહીને બેન્કની પાસબુક, આધારકાર્ડ મેળવ્યા બાદ ફિંગર પ્રિન્ટ લઇને ખાતામાં રૃા. ૨૦ હજાર ભરવા માટે મદદ કરી હતી. પાંચ મીનીટમાં યુવકની બે બેન્કમાંથી રૃા. ૬૫,૦૦૦ અને ૫૪,૦૦૦ મળી કુલ  રૃા. ૧.૧૯ લાખ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.