Get The App

હાર્ટે એટેક આવતા હેડ ક્વાર્ટરના આર.પી.આઇ.નું મોત

સવારે છાતીમાં દુખાવો થતા શરૃઆતમાં એસિડિટી હોવાનું લાગ્યું

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
હાર્ટે એટેક આવતા હેડ ક્વાર્ટરના આર.પી.આઇ.નું મોત 1 - image

વડોદરા,હેડ ક્વાટર્સમાં આર.પી.આઇ. તરીકે ફરજ બજાવતા કે.એફ.રાઠવાને હૃદય રોગનો હુમલો આવતા તેઓનું મોત થયું છે.

ડભોઇ રોડ સોમા તળાવ પાસે વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષના કે.એફ.રાઠવા રિઝર્વ પોલીસ ઇન્સપેક્ટર તરીકે વડોદરા પોલીસ હેડ ક્વાટર્સમાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરતા હતા. આજે સવારે તેઓ ઘરે હતા. તે દરમિયાન છાતીમાં દુખાવો શરૃ થયો હતો. શરૃઆતમાં તેઓને એસિડિટી હોવાનું લાગ્યું હતું. પરંતુ, તેઓને સારૃં નહીં લાગતા છેવટે પુત્રને  કહ્યું હતું.  પુત્ર તેઓને કારમાં માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો  હતો. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. આર.પી.આઇ. કિરશનભાઇ ફેદરાભાઇ  રાઠવાની દીકરી માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હોઇ તેઓએ ત્યાં જ સારવાર માટે જવાનું કહેતા પુત્ર તેઓને ત્યાં લઇ ગયો હતો.