Get The App

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ 1 - image

જીપીસીબીની તપાસમાં ક્ષતિઓ જણાતા

જુનાપાધર ગામમાં તળાવ અને ખેતરમાં કેમિકલયુક્ત જોખમી પાણીનો ગેરકાયેસર રીતે નીકાલ કરતા નુકસાન

વિરમગામવિરમગામમાં જીપીસીબીની તપાસમાં ક્ષતિઓ જણાતા પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને ૧૫ દિવસમાં બંધ કરવા આદેશ આપ્યો છે. કંપની દ્વારા તળાવ અને ખેતરમાં કેમિકલયુક્ત જોખમી પાણીનો ગેરકાયેસર રીતે નીકાલ કરતા નુકસાન પહોંચ્યું છે.

વિરમગામના જુના પાઘર ગામ પાસે આવેલી 'રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' કંપની દ્વારા ખેતીની જમીન અને કુદરતી તળાવમાં જોખમી રાસાયણિક પાણી છોડવામાં આવતું હતું. સર્વે નંબર ૧૭૫ના ખેડૂતોએ આ બાબતે મામલતદાર, નાયબ કલેક્ટર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વારંવાર લેખિત રજૂઆતો કરી હતી. બે મહિના અગાઉ આવેદનપત્ર આપી પ્રદૂષિત પાણી બંધ કરાવવા માંગ ઉઠી હતી, જેના પગલે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ગ્રામ્યના પ્રાદેશિક અધિકારી દ્વારા હાથ ધરાયેલ સ્થળ તપાસમાં કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. તપાસ અહેવાલના આધારે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણી અધિનિયમ-૧૯૭૪ની કલમ ૩૩-એ હેઠળ કડક કાર્યવાહી કરી છે. બોર્ડ દ્વારા રોકેટ ઇન્ડિયા કંપનીને ૧૫ દિવસની અંદર કામગીરી બંધ કરવા માટેનો લેખિત ક્લોઝર ઓર્ડર ફટકારવામાં આવ્યો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી પર્યાવરણને નુકસાન પહોંચાડતા એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.