પેરાલીસીસ પેશન્ટ કેરટેકરને મેસેજ પાસ કરવા રોબોટીક ઉપકરણનો આવિષ્કાર

- સ્ટાર્ટઅપ ઈન્ડિયાને પ્રોત્સાહન હેતુ નંદકુવરબા કોલેજની સિદ્ધી
- જીપીએસ સીસ્ટમ સાથે કોડીંગ કરી ચાર વિદ્યાર્થિનીએ 30 દિવસે દર્દીનો મેસેજ ડિસ્પ્લે પર લાવવામાં સફળતા મેળવી
નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા દર વર્ષે પ્રોક્સીસ એકઝીબીશન યોજી સ્ટાર્ટઅપના વિવિધ પ્રોજેક્ટ મુકાતા હોય છે. ગત વર્ષે અંધવ્યક્તિની ઈનોવેટીવ સ્ટીકનો આવિષ્કાર કરાયો હતો જ્યારે આ વર્ષે કોલેજનાં બીસીએ વિદ્યાશાખાની ચાર વિદ્યાર્થિનીઓએ પ્રિન્સીપાલના માર્ગદર્શન સાથે પેરાલીસીસ પેશન્ટ માટે રોબોટીક ઉપકરણ બનાવ્યું હતું. જેના થકી દર્દી પોતાના કેરેકટરને હેલ્પમી, વોટર, જ્યુસ જેવા વિવિધ મેસેજ સુતા સુતા પાસ કરી શકે. શરૂઆતમાં અનેક નિષ્ફળતા મળ્યા બાદ અંતે ૩૦ દિવસની અથાગ મહેનત બાદ આ રોબોટીક ઉપકરણ બન્યું હતું. જે સમાજજિવનમં રહેલા પેરાલીસીસ વ્યક્તિને મદદ કરી શકશે. ઘણીવાર પેરાલીસીસના પેશન્ટ પોતાની જરૂરિયાત વ્યક્ત ન કરી શકતા હોવાથી ભારે હાલાકી ભોગવતા હોય છે. પરંતુ આ રોબોટીક ઉપકરણની મદદથી આંગળીના ટેરવાની મદદથી પોતાની જરૂરિયાત ડિસ્પ્લેમાં મેસેજ તરીકે આવી જાય છે અને તેની સારસંભાળ લેનાર કેરટેકર તે વાંચી તેની લાગણીઓ, માંગણીઓને સંતોષી શકે છે. આ ઉપકરણ બનાવવામાં કમ્પોનેટ સાધનો મેળવવામાં મુશ્કેલી અનુભવાઈ હતી પરંતુ ઓનલાઈન અને ઓફલાઈન સંયુક્ત પ્રયાસ થકી ચીપ, વાયરો સાથે કોડીંગ વગેરે જોડવામાં અંતે સફળતા મળી હતી અને આ રોબોટીક ઉપકરણને આ વર્ષનાં પ્રોક્સીસ-૨૫ એક્ઝીબીશનમાં રજુ કર્યુ હતું જેને દરેકે આવકાર્યું હતું.
વિદ્યાર્થિનીઓની સખ્ત મહેનત અને લગનનું આ પરીણામ : પ્રિન્સિપાલ
વિદ્યાર્થિનિઓની ડિમાન્ડ આવતા જ પ્રિન્સિપાલ અંકિતાબેન પટેલે ચેલેન્જ સ્વિકારી અને સાથો સાથ માર્ગદર્શન આપી જીપીએસ સીસ્ટમ સાથેનું આ મેસેજ કન્વે કરતું રોબોટીક ઉપકરણને ૩૦ દિવસમાં અંજામ અપાયો હોવાનું જણાવ્યું હતું.
પરીવારમાં જ પેરાલીસીસના દર્દીઓની હાલત જોઈ આવિષ્કાર સુઝ્યો
રોબોટીક ઉપકરણ બનાવવાનો વિચાર આવ્યો કેવી રીતે પુછતા આ સ્ટાર્ટઅપમાં જોડાયેલ કામળિયા દિપીકાના દાદા અને દેગડા બંસરીના નાની આ રોગનો શિકાર બનેલા. જેની વ્યથા જોઈ સમાજના આવા પેરાલીસીસ પેશન્ટને મદદરૂપ થવા સેતા મનીષા અને મકવાણા દિક્ષાએ સંયુક્ત પણે પ્રોજેક્ટ બનાવવાનું બીસીએના પ્રિન્સીપાલને જણાવ્યું હતું અને તરત જ તેના પર માર્ગદર્શન મેળવી કામ આરંભ્યું અને સફળતા મળી હતી.









