Gujarat

સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી

By GS Team
17 Aug 20251 min read
This article was originally published on 17 Aug 2025
સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી

અમદાવાદ,રવિવાર

અમદાવાદ જિલ્લાના સાણંદના શીયાવાડા ગામની સીમમાં રાતના સમયે ત્રાટકેલા ત્રણ લૂંટારૂઓએ એક વૃદ્ધ દંપતિને કુહાડીથી માર મારીને વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી લૂંટીને કાનમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. જે અંગે સાણંદ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


સાણંદ તાલુકાના શીયાવાડા ગામમા ંરહેતા કનુભાઇના પિતા  ૭૨ વર્ષીય  ધરમશીભાઇ અને તેમના પત્ની મનસીબેન શીયાવાડા ગામની સીમ આવેલા તેમના ખેતરમાં રહે છે. ગત શુક્રવારે રાતના બે વાગ્યાના સુમારે તેમના ખેતરમાં ત્રણ બુકાનીધારી આવ્યા હતા. જેમના હાથમાં કુહાડી, છરી અને પાવડો હતા. તેમણે ધરમશીભાઇને પીઠ પર કુહાડીનો હાથો મારીને ઇજા પહોંચાડયા બાદ મનસીબેનના કાનમાંથી સોનાની બુટ્ટી લૂંટી લીધી હતી અને ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. જેમાં મનસીબેનને ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ થતા સાણંદ જીઆઇડીસી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.બીજી તરફ  લૂંંટની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.