Get The App

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

આંગડિયા પેઢીના કર્મચારીને ટારગેટ કરાયો

બાઇક પર આવેલા બે યુવકોએ પાર્કિગમા જ કર્મચારીને વાતોમાં રાખીને ડેકીમાંથી નાણાંની ઉઠાંતરી કરી

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી 1 - image

અમદાવાદ,ગુરૂવાર

શહેરના નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે ટ્રેડ સેન્ટરના પાર્કિગમાં આંગડિયા પેઢીના કર્મચારીને સરનામુ પુછવાના બહાને વાતોમાં રાખીને નજર ચુકવીને બે ગઠિયાઓએ ૨૦ લાખની રોકડની ચોરી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે.

નરોડા ઉમીયા ફ્લેટમાં રહેતા રમેશભાઇ પટેલ નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલા ટ્રેડ સેન્ટરમાં આવેલી આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. મંગળવારે   બપોરના સમયે તે સુવર્ણકલા કોમ્પ્લેક્સ અને સુપર મોલમાંથી  ૨૦ લાખ રૂપિયા લેવા માટે ગયા હતા અને તે નાણાં સ્કૂટરની ડેકીમાં મુકીને ઓફિસના પાર્કિગમાં  આવ્યા હતા. ત્યારે બે યુવકો બાઇક પર આવ્યા હતા અને તેમણે રમેશભાઇને ઇન્કમટેક્ષ જવાનો રસ્તો પુછીને વાતોમાં રાખ્યા હતા અને જે પૈકી એક યુવકે નજર નજર ચુકવીને ૨૦ લાખની રોકડ લઇ લીધી  હતી.  ત્યારબાદ ફરાર થઇ ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.