Jamnagar Road Closure : જામનગરમાં આરસીસી બ્લોક કેનાલનું કામ કરવાનું હોવાથી તારીખ 28 મેથી 15 જૂન સુધી ખોડિયાર કોલોની મેઇન રોડથી 80 ફૂટ શાકમાર્કેટ નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. જે અંગેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તથા આ બાબતનું મહાનગરપાલિકા કમિશનર દ્વારા વિધિવત જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
દીપેશ કેડિઆ (કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા) એ જાહેર નોટિસથી જાણ કરી છે. કે જામનગર મહાનગરપાલિકાની હદમાં જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ, જનતા ફાટકથી ખોડીયાર કોલોની 80 ફુટ રોડ થઈ જગડીયા કેનાલ સુધી આર.સી.સી. બોકસ કેનાલનું કામ હાલે ચાલુ કરવાનું થતું હોય, જેના સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી
તા.28-05-2026 થી તા.15-06-2029 ખોડીયાર કોલોની મેઇન રોડથી 80 ફુટ શાકમાર્કેટ, નીલકમલ સોસાયટી સુધીના રસ્તા પર વાહન વ્યવહાર ભારે વાહનો માટે બંધ રાખવામાં આવશે. જેનો અમલ કરવાનો મહાનગરપાલિકાના કમિશનરે હુકમ કરાવ્યો છે. જે કોઈ વ્યકિત આ હુકમનો ભંગ કરશે તેની સામે બીપીએમસી. એકટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ચિત્રકુટ સોસાયટીના આંતરિક રસ્તાઓ, રાજય પૂરોહિત વિદ્યાર્થી ભવનથી નિલકમલ સોસાયટીના આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે.


