Gujarat

જામનગરમાં કાલાવડ નાકા બહાર ઓવર સ્પીડના કારણે એક રીક્ષાની ગુલાંટ: રીક્ષાચાલકને ગંભીર ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો

By GS TEAM
15 Jan 20261 min read
TukuTouch Logo
જામનગરમાં કાલાવડ નાકા બહાર મુખ્ય રોડ પર ગઈ રાત્રે એક રીક્ષાચાલક કે જેણે ઓવર સ્પીડ ના કારણે સ્ટીયરીંગ પર નો કાબુ ગુમાવી દેતાં રીક્ષા પલટી ખાઇ હતી. અને ઈજાગ્રસ્ત બનેલા રીક્ષાચાલકને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કાલાવડ નાકા બહાર ઓવર સ્પીડના કારણે એક રીક્ષાની ગુલાંટ: રીક્ષાચાલકને ગંભીર ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો

જામનગરમાં કાલાવડ નાકા બહાર મુખ્ય રોડ પર ગઈ રાત્રે એક રીક્ષાચાલક કે જેણે ઓવર સ્પીડ ના કારણે  સ્ટીયરીંગ પર નો કાબુ ગુમાવી દેતાં રીક્ષા પલટી ખાઇ હતી. અને ઈજાગ્રસ્ત બનેલા રીક્ષાચાલકને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

 જામનગર શહેરના કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રહેતો તાજુદિન જલાલુદીન અંસારી નામનો 32 વર્ષીય યુવાન ગઇકાલે રાત્રે પોતે રિક્ષા લઇને ઘરે પરત ફરી રહ્યો હતો.ત્યારે, રાધિકા સ્કૂલ નજીક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડ પરથી નીચે ઉતરીને પલટી ખાઇ ગઇ હતી. 

આ બનાવ બાદ કેટલાક રાહદારિઓ દ્વારા ઇજાગ્રસ્ત યુવાન તાજુદિનને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે.