કોર્પોરેશનના કર્મચારીને ટક્કર મારી રિક્ષા ચાલક ફરાર

વડોદરા,ન્યૂ વી.આઇ.પી. રોડ પર ચાલતા જતા દંપતી પૈકી પતિને ટક્કર મારીને રિક્ષા ચાલક ફરાર થઇ ગયો હતો. જે અંગે હરણી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આજવા રોડ વિનય સોસાયટીના ગ્રાઉન્ડ પાસે રામેશ્વરી સોસાયટીમાં રહેતા દેવાંગભાઇ પંડયા કોર્પોરેશનમાં એકાઉન્ટ વિભાગમાં ક્લાર્ક નોકરી કરે છે. ગઇકાલે તેઓ પત્ની સાથે મોપેડ લઇને ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગરથી પાંજરા પોળ તરફ જતા રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. મંદિરથી થોડે દૂર મોપેડ પાર્ક કરીને તેઓ ચાલતા મંદિરે જતા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી રિક્ષાના ચાલકે દેવાંગભાઇને અડફેટે લેતા તેઓને ઇજા થઇ હતી. અકસ્માતના પગલે આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને તેઓએ રિક્ષા ચાલકને પકડી લીધો હતો. રિક્ષા સાઇડમાં લઉં છું. તેવું કહીને તે રિક્ષા લઇને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત દેવાંગભાઇને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.









