Gujarat

પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી રિક્ષા ડ્રાઈવર પર હુમલો

By GS Team
18 Aug 20251 min read
This article was originally published on 18 Aug 2025
TukuTouch Logo
ન્યુ વીઆઇપી રોડ પર રાજનગરમાં રહેતા ડ્રાઇવર વિનોદભાઈ રમેશચંદ્ર શર્માએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર અજય ભરવાડના નાનાભાઈ રાહુલ હનુભાઈ ભરવાડે મને ફોન કરીને વીઆઇપી રોડ પર મળવા બોલાવ્યો હતો. જેથી, હું અજય ભરવાડ સાથે રાહુલને મળવા ગયો હતો. રાહુલે મને જણાવ્યું હતું કે તું પોલીસને જુગારની કેમ ખોટી બાતમી આપે છે ? મેં તેને કહ્યું કે હું કોઈનો બાતમીદાર નથી અને કોઈને બાતમી આપતો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી રિક્ષા ડ્રાઈવર પર હુમલો

ન્યુ વીઆઇપી રોડ પર રાજનગરમાં રહેતા ડ્રાઇવર વિનોદભાઈ રમેશચંદ્ર શર્માએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર અજય ભરવાડના નાનાભાઈ રાહુલ હનુભાઈ ભરવાડે મને ફોન કરીને વીઆઇપી રોડ પર મળવા બોલાવ્યો હતો. જેથી, હું અજય ભરવાડ સાથે રાહુલને મળવા ગયો હતો. રાહુલે મને જણાવ્યું હતું કે તું પોલીસને જુગારની કેમ ખોટી બાતમી આપે છે ? મેં તેને કહ્યું કે હું કોઈનો બાતમીદાર નથી અને કોઈને બાતમી આપતો નથી. અમારી વાતચીત દરમિયાન અજય થોડે દૂર જઈને ઉભો રહ્યો હતો, તે દરમિયાન રાહુલે મને ગાળો બોલી તેના હાથમાં પહેરેલા કળા વડે માથા પર ઇજા પહોંચાડી હતી. રાહુલે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ જોઈને અજય દોડી આવ્યો હતો અને રાહુલને પકડી લીધો હતો. ત્યારબાદ અજય મને તેના મોપેડ પર બેસાડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યો હતો.