Get The App

ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે સુમન સ્કૂલ આર્શીવાદરૂપ : સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ 10 નું પરિણામ 92.60 ટકા

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે સુમન સ્કૂલ આર્શીવાદરૂપ : સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ 10 નું પરિણામ 92.60 ટકા 1 - image

Surat 10th Board Results : ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં ખાનગી શાળાઓ સાથે પાલિકાની શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. સુરત પાલિકા ગુજરાતી સહિત છ ભાષામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. સુરત પાલિકા દ્વારા ગુજરાતી ઉપરાંત મરાઠી- હિન્દી, ઉડીયા અને  ઉડિયા ભાષાની શાળાનું પરિણામ 90 ટકા થી વધુ જાહેર થયું છે. 

સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ 10નું પરિણામ જાહેર થયું તેમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. તેમાં પણ સુમન હાઇસ્કુલ 13 (ડીંડોલી), તથા સુમન હાઇસ્કુલ 18 (પુણાગામ)નું પરિણામ 100 ટકા આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે હેતુથી સુમન હાઇસ્કુલની શરૂઆત કરવામાં આવી હતી. સુમન હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણના કારણે બોર્ડમાં સતત ઉચ્ચ પરિણામથી સુમન હાઇસ્કુલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બની ગઈ છે. 

ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે સુમન સ્કૂલ આર્શીવાદરૂપ : સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ 10 નું પરિણામ 92.60 ટકા 2 - image

સુરતના ગરીબ અને મધ્યમ વર્ગની જરુરિયાતને ધ્યાને લઈને હાલ 29 જેટલી સુમન હાઇસ્કુલ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલી રહી છે. છેલ્લા કેટલાક વખતથી સુરત પાલિકાની સુમન સ્કૂલ માં અદ્યતન શિક્ષણ આપવામા આવી રહ્યું છે તેના કારણે પરિણામ સતત વધી રહ્યું છે. આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન યોજાયેલ એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં સુમન હાઇસ્કુલોનું પરિણામ 92.60 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામ આવતા સ્કુલના સ્ટાફે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી.

ઉપરાંત  સુમન હાઇસ્કુલ 13 (ડીંડોલી), તથા સુમન હાઇસ્કુલ 18 (પુણાગામ)નું પરિણામ 100 ટકા આવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 83.86 ટકા, તથા સુરતનું પરિણામ 86.04 ટકા આવ્યું છે. પાલિકાની સુમન હાઇસ્કુલો ખાતે કુલ 238 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે.

સુમન હાઇસ્કુલોમાં માધ્યમ પરિણામ

  1. ગુજરાતી માધ્યમનું કુલ પરિણામ 91.82 ટકા 
  2. મરાઠી માધ્યમનું પરિણામ 93.71 ટકા 
  3. હિન્દી માધ્યમનું પરિણામ 99.22 ટકા 
  4. ઉડિયા માધ્યમનું પરિણામ 97.24 ટકા 
  5. ઉર્દુ માધ્યમનું પરિણામ 74.83 ટકા 
  6. અંગ્રેજી માધ્યમનું પરિણામ 87.26 ટકા 
  7. કુલ સુમન હાઇસ્કુલોનું પરિણામ 92.60 ટકા