Gujarat

માંડવી ગેટના પિલરનું બે દિવસમાં રિસ્ટોરેશન કામ ચાલુ કરી દેવાશે

By GS Team
22 Aug 20251 min read
This article was originally published on 22 Aug 2025
માંડવી ગેટના પિલરનું બે દિવસમાં રિસ્ટોરેશન કામ ચાલુ કરી દેવાશે

વડોદરા,વડોદરા શહેરની  મધ્યમાં ઐતિહાસિક માડવીનું મ્યુનિ.કમિશનરે  નિરીક્ષણ કર્યા બાદ કહ્યું હતું કે માંડવીના જે સેન્ટ્રલ પિલરને નુકસાન થયું છે તેનું તાત્કાલિક ધોરણે બે દિવસ રિસ્ટોરેશનનું કામ ચાલુ કરી દેવામાં આવશે.

આજ રોજ હેરીટેજ એક્સપર્ટ અને અધિકારીઓની ટીમ સાથે માંડવીની મુલાકાત બાદ મ્યુનિ.કમિશનર અરૃણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, માંડવી દરવાજાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અધિકારીઓની ટીમ સાથે આવ્યા છીએ. તાત્કાલિક ધોરણે પિલરમાં વધુ ડેમેજ ન થયા તે માટે પિલરના રિપેરીંગ એટલે કે રિસ્ટોરેશન માટે કામગીરી શરૃ કરવામાં આવશે, અને ત્યારબાદ જ રિનોવેશન સહિતની કામગીરી શરૃ કરવામાં આવશે. રિસ્ટોરેશન માટેની તમામ ટેન્ડર પ્રક્રિયા શરૃ કરવામાં આવી ચૂકી છે. હેરીટેજ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસ વિભાગ સાથે સંકલન કરી માંડવી દરવાજાની આસપાસ અવાજનું પ્રદૂષણ અટકાવવા અને જર્જરિત પિલરની આસપાસ યોગ્ય બેરીકેટ કરવામાં આવશે, અને કોઇ દુર્ઘટના ના બને તેની પણ કાળજી લેવામાં આવશે. આ ઉપરાંત ભગતસિંહ ચોક સ્થિક વીર ભગતસિંહની પ્રતિમાની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. તેનું રિપેરીંગ કામ તાત્કાલિક ધોરણે કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.