Get The App

ધાક જમાવવા લારી ધરાવતા યુવકને ઢોર માર મારી લારીમાં તોડફોડ કરી

પૂર્વમાં અસામાજિક તત્વો નિર્દોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે

ઓઢવ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
ધાક જમાવવા લારી ધરાવતા યુવકને ઢોર માર મારી લારીમાં તોડફોડ કરી 1 - image

અમદાવાદ, સોમવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો ધાક જમાવવા માટે નિદોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. ઓઢવમાં ચાની લારી ધરાવતા યુવકના કારીગરને અજાણ્યા ચાર લોકો કોઇ કારણ વગર માર માર્યો હતો અને લારીની તોડફોડ કરી હતી.ભાગવા જતાં પકડીને ઢોર માર મારતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે અજાણ્યા ચાર લોકો  સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવમાં અદાવતમાં માર માર્યો યુવક બચવા દોડયો તો નીચે પાડીને ફટકાર્યો ઃ ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ, ઓઢવ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો

ઓઢવમાં ખાતે રહેતા એસ.પી.રીંગરોડ ઉપર નાસ્તાની લારી ચલાવતા યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે ક તા. ૨૨ ના રોજ રાતના સમયે તે નોકરી પર હતો ત્યારે મિત્રએ ફોન કરીને કહ્યું કે તારી લારી પર ચાર શખ્સો આવીને કારીગર સાથે તકરાર કરે છે. 

જેથી યુવક તાત્કાલીક પહોચતા તેમના કારીગરને ચારેય શખ્સો અગાઉ કેમ ઝઘડો કર્યો હતો કહીને મારમારીને લારીમાં તોડફોડ કરી હતી. જો કે કારીગર ત્યાંથી ભાગતા ચારેયે તેને આગળ રોડ પર પકડીને ફટકાર્યો હતો. બૂમાબૂમ થતા ચારેય શખ્સોએ અન્ય એક લારીમાં પણ તોડફોડ કરી હતી. જેથી પોલીસને જાણ કરતા ચારેય શખ્સો નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત કારીગરને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.