Get The App

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 1 - image

Jamnagar : જામનગર જિલ્લામાં ગઈકાલે મોસમનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો હતો, અને તાપમાન આશરે 39 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આગ ઓકતી ગરમી હોવા છતાં મતદારોમાં ચૂંટણી પ્રત્યેનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો ન હતો, અને મોટા પ્રમાણમાં લોકો મતદાન માટે બહાર નીકળ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ અંદાજે 58 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે. ખાસ નોંધનીય છે કે એસ.આઇ.આર.ની પ્રક્રિયા દરમિયાન આશરે 9 ટકા મતદારોમાં ઘટાડો થયો હોવા છતાં, ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે 4.2 ટકા વધુ મતદાન નોંધાયું છે.

ઉંચા તાપમાન વચ્ચે પણ મતદારો ધીમા પડ્યા ન હતા અને દિવસભર મતદાન મથકો પર લોકોની અવરજવર ચાલુ રહી હતી. ગરમી છતાં મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન રીતે આગળ વધી હતી, જે મતદારોની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સમગ્ર પરિસ્થિતિએ સાબિત કર્યું છે કે જામનગરના મતદારો ચૂંટણી પ્રત્યે સજાગ છે, અને કોઈપણ પરિસ્થિતિમાં પોતાનો મતાધિકાર વાપરવા માટે પ્રતિબદ્ધ છે.